બ્રિટને ગુજરાતી મેહૂલ સંઘ્રજ્કાને 2018ના વર્ષના સન્માનમાં સ્થાન આપ્યું

PC: indiatimes.com

2018નું વર્ષ શરુ થઇ ગયું છે, ત્યારે ગુજરાતીઓ માટે એક ગૌરવવંતા સમાચાર આવ્યા છે. લંડન સ્થિત ઇન્સ્ટીટયુટ ઓફ જૈનોલોજીના ડિરેક્ટર મેહૂલ સંઘ્રજ્કાની ઓર્ડર ઓફ બ્રિટીશ એમ્પાયરના સભ્ય તરીકે નિયુક્તિ થઇ છે. યાદ રહે કે 2016માં મેહુલના પિતાને પણ આ સન્માન અપાયું હતું.

15 વર્ષથી ઇન્સ્ટીટયુટ ઓફ જૈનોલોજીના ડિરેક્ટર તરીકે કામ કરતા મેહૂલ સંઘ્રજ્કાની જૈન ધર્મ અને શિક્ષણના ક્ષેત્રે કામ કરવા બદલ બ્રિટન સરકારે સન્માન કરવા માટે પસંદગી કરી છે. 2016માં તેમનાપિતાને પણ આ સન્માન મળ્યું હતું. બ્રિટનમાં આ સન્માન મેળવનારા તેઓ પહેલા ભારતીય પિતા પુત્ર હોવાનું મનાય છે.

મેહૂલ સંઘ્રજ્કાએ કહ્યું હતું કે આ એવોર્ડથી ઇન્સ્ટીટયુટની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે. મેહુલ એક કંપનીના ડિરેક્ટર છે, આ વેબસાઇટે મહત્વની બ્રિટીશ ઇન્સ્ટીટયુટની 4000 સ્ક્રિપ્ટો ડિજિટલાઇઝડ કરી છે. ઇન્સ્ટીટયુટ ઓફ જૈનોલોજી યુકેમાંના 32 જૈન સંગઠનોનું પ્રતિનિધત્વ કરે છે. આ ઇન્સ્ટીટયુટે જૈન ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ પણ બનાવ્યું છે. બ્રિટીશ સંસદમાં આ ઇન્સ્ટીટયુટને કારણે જ અહિંસા દિવસ અને મહાવીર જયંતિની ઉજવણી શરુ થઇ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp