NRG માટે આશિર્વાદરૂપ બની રહ્યા છે ગુજરાત કાર્ડ

PC: khabarchhe.com

નોન રેસિડેન્સીયલ ગુજરાતી(NRG ) માટે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત કાર્ડ યોજના શરૂ કરવામાં આવી છે. ગુજરાત કાર્ડ થકી NRGને મબલખ લાભ આપવામાં આવ્યા છે. અત્યાર સુધી અનેક NRGએ આ કાર્ડની સુવિધા ધારણ કરી હોવાનું અધિકૃત વર્તુળોએ જણાવ્યું છે. ગુજરાત કાર્ડ મેળવાયા બાદ NRGને પ્રતિષ્ઠિત હોટલો, ગારમેન્ટ સ્ટોર, જ્વેલરી સ્ટોર્સ, બેન્ક અને મહત્વની હોસ્પિટલોમાં ખાસ ફાયદા આપવામાં આવે છે. ગુજરાત કાર્ડનાં લાભાર્થી NRG માટે સરકારે ખાસ વ્યવસ્થા પણ કરી છે. આ વ્યવસ્થાનાં અનુસંધાને ગુજરાત કાર્ડ ધારક NRGને ખાસ પ્રકારનાં ડિસકાઉન્ટ આપવામાં આવે છે.

ગુજરાત કાર્ડ સાબિત કરે છે કે લાભ લેનાર વ્યક્તિ જેન્યુઈન છે અને NRG છે. આ માટે NRG સેન્ટર પર પણ તમામ નોન રેસિડેન્શીયલ ગુજરાતીઓનાં ડેટા મૂકવામાં આવ્યા છે. ગુજરાતમાં NRGનાં 6 સેન્ટર હાલ કાર્યરત છે. ગુજરાત કાર્ડ થકી ટૂરીઝમ માટેની માર્ગદર્શિકા, મેડીકલ સર્વિસ, વેપાર માટેની તકો અને વિદેશી ચલણને એક્સચેન્જ કરવા માટેની ગાઈડ લાઈન અને સરળ રસ્તાની સુવિધા કરવામાં આવી છે.

NRGને ગુજરાત કાર્ડ ઈશ્યુ કરવાનાં અધિકારો 6 NRG સેન્ટર ઉપરાંત જિલ્લા કલેકટરો. NRG ફાઉન્ડેશન ગાંધીનગરને આપવામાં આવેલા છે. આ બધી જગ્યાઓ પર NRG ગુજરાત કાર્ડ માટે અપ્લાય કરી શકે છે.

NRGઓએ ગુજરાત કાર્ડ મેળવવા માટે પાસપોર્ટની અટેસ્ડેટ કોપી, વોટર આઈડી કાર્ડ. આધાર કાર્ડ( જો હોય તો), ડ્રાઈવિંગ લાયસન્સ સહિતનાં પુરવા આપવાનાં રહે છે. ગુજરાત બહાર વિદેશમાં રહેતા ગુજરાતીઓ માટે જ આ સુવિધા શરૂ કરવામાં આવી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp