વતનની વહારે લંડન-વેમ્બલીના ગુજરાતી પરિવારો

PC: khabarchhe.com

રામ કથાકાર મોરારીબાપુએ વિદેશની ધરતી ઉપર બ્રિટનના વેમ્બલી-લંડનમાં કથા દરમ્યાન તેમણે ગુજરાતના બનાસકાંઠા-પાટણમાં અતિવૃષ્ટિ પૂરના પ્રકોપનો ભોગ બનેલા અદના માનવીઓના પુન:સ્થાપન સહાય માટે રાહત ફાળો-સખાવત એકઠી કરવા સંવેદના સ્પર્શી અપીલ કરી હતી.

આ અપીલનો ત્વરિત પ્રતિસાદ આપતાં બ્રિટીશ એશિયન ટ્રસ્ટના ઉપક્રમે લોર્ડ ડોલર પટેલ તથા રામકથા યજમાન રમેશભાઇ-ઋષિભાઇ સચદે એ વિદેશમાં વસતા સૌ ગુજરાતી-બિનનિવાસી ભારતીયો પાસેથી સ્વૈચ્છિક દાન રૂપે પાંચ લાખ પાઉન્ડનો દાન-ફાળો એકત્ર કર્યો છે.

મુખ્યમંત્રી વિજય રુપાણીને પ્રતિષ્ઠિત ક્રાઉન પ્લાઝા હોટલના  લોર્ડ ડોલર પટેલે પ્રદેશ પ્રવકતા ભરત પંડયા સાથે ગાંધીનગરમાં મળીને આ અંગેનો પત્ર અને HSBC બેન્કનો ચેક અર્પણ કર્યો હતો.

મુખ્યમંત્રીએ મોરારીબાપુએ વતન-માતૃભૂમિ ઉપર પૂરના પ્રકોપ સામે પુરૂષાર્થથી વિજય મેળવવા અસરગ્રસ્તોના ત્વરિત પુન:સ્થાપન માટે સહાય રૂપ થવા વિદેશ વસતા ગુજરાતી-બિન નિવાસી ગુજરાતી પરિવારો સમક્ષ આ રામકથાને સંવેદનાનું નિમિત બનાવીને ઉદાર દાન-સહાયની કરેલી ટહેલ માટે તેમનો પણ સમગ્ર ગુજરાત વતી હ્વદયપૂર્વકનો આભાર વ્યકત કર્યો હતો.

તેમણે ગુજરાત પર આવેલા કુદરતી કહેરથી પીડિત અસરગ્રસ્તોની સહાયતાની આ સેવા ભાવના માટે  ડોલર પટેલ અને સહયોગીઓને બિરદાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp