કનેકટીકટ ગવર્નર તરીકે ઉમેદવારી નોંધાવતા મુદિતા ભાર્ગવ

PC: youtube.com

મૂળ ગુજરાતી પરંતુ કેનેડામાં જન્મેલા મુદિતા ભાર્ગવે યુ.એસ.માં કનેકટીકટ ગવર્નર પદ માટે ઉમેદવારી નોંધાવી છે.

કેનેડામાં જન્મેલા અને 2004થી અમેરિકામાં સ્થાયી થઇને 2007માં કનેક્ટીકટમાં કાર્યરત એવા મુદિતા ભાર્ગવે રાજકિય ક્ષેત્રે ગયા વર્ષથી જ પગરણ માંડ્યા હતા. કનેકટીકટ ડેમોક્રેટીક પાર્ટીના પૂર્વ વાઇસ ચેરમેન મુદિતા સ્‍ટેટના રાજકોષિય તથા આર્થિક પડકારોનો સામનો કરી વિકાસના લક્ષ્યાંકો સિધ્‍ધ કરવાની નેમ ધરાવે છે.

ગ્રીનવિચની કમિટીએ તેમના પ્રચાર માટે ૫૩ હજાર ડોલરનું ફંડ ભેગુ કરી લીધુ હોવાનું પણ જાણવા મળે છે. તેઓ આ સ્‍પર્ધા માટેની પ્રાઇમરી ચૂંટણીના ૪ ડેમોક્રેટીક ઉમેદવારોમાંના એક છે.

મુદિતા આ અગાઉ 2016ની સાલમાં 151મા ડીસ્‍ટ્રીકટમાંથી સ્‍ટેટ રીપ્રેઝન્‍ટેટીવ તરીકે ચૂંટલી લડયા હતા, પરંતુ તેઓ પરાજિત થયા હતા.ચૂંટણી ૨૦૧૮ની સાલમાં યોજાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp