ન્‍યુજર્સીના કાઉન્‍સીલર તરીકે ઉમેદવારી નોંધાવતા સમીપ જોષી

PC: newsindiatimes.com

અમેરિકાના ન્‍યુજર્સીમાં આવેલી એડીસન ટાઉનશીપના કાઉન્‍સીલર તરીકે ગુજરાતી અમેરિકન ડેમોક્રેટ સમીપ જોષીએ ઉમેદવારી નોંધાવી છે. સમીપ સામ તરીકે જાણિતા છે.

આ ચૂંટણીમાં 3 ડેમોક્રેટ અને 3 રિબપબ્લિકન ઉમદેવારો વચ્ચેની સ્પર્ધામાં 28 વર્ષના સમીપ જોશી જંગમાં ઊભા રહ્યા છે. સામ જોષી શહેર અને મત વિસ્તારના વિકાસ માટે ચૂંટણી લડી રહ્યા છે.નાના વ્‍યાવસાયિકોને પ્રોત્‍સાહિત કરવાની, પ્રોપર્ટી ટેક્ષ ઘટાડવાની તથા વણવપરાતી પ્રોપર્ટીની જગ્‍યાએ રીનોવેશન દ્વારા અથવા નવી પ્રોપર્ટીના નિર્માણ દ્વારા નવી માર્કેટ વિકસાવવાની તેઓ નેમ ધરાવે છે.

7 નવેમ્બરે યોજાનારી ચૂંટણી માટે તેઓ પ્રથમવાર ઉમેદવારી નોંધાવી રહ્યા છે.તેઓ 2004થી રાજકિય ક્ષેત્રે કાર્યરત છે. તેઓ મિડલસેક્‍સ કાઉન્‍ટી યંગ ડેમોક્રેટસ એન્‍ડ વોલન્‍ટીયર્સના ઇલેકટેડ વાઇસ પ્રેસિડન્‍ટ છે. તેઓ મોર્ટગેજ ફાઇનાન્‍સીંગ ફર્મ એસ.ડી. કેપિટલ ફંડીંગના એકઝીકયુટીવ વાઇસ પ્રેસિડન્‍ટ છે.

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp