બે પટેલ ભાઇઓએ US માં ફાર્મા ફર્મ સ્થાપી, હવે ભારત આવશે

PC: business-standard.com

ગુજરાતના બે પટેલ ભાઇઓની અમેરિકા સ્થિત ફાર્માસ્યુટીકલ કંપનીનો ભારતમાં પ્રવેશ થઇ રહ્યો છે. હાલ આ બન્ને ભાઇઓએ અમેરિકામાં દોઢ દાયકાની સફરના અંતે 1.8 અબજ ડોલકની એમનીલ ફાર્મા કંપની ઉભી કરી છે.

શૂન્યમાંથી સર્જન કોને કહેવાય તે આ બે ગુજરાતી ભાઇઓ જ જાણે છે. ગયા મહિને ઇમેક્સ લેબોરેટરી સાથેના મર્જર પછી એમનીલ ફાર્માનું સંયુક્ત મૂલ્ય 1.75 અબજ ડોલરથી વધીને 1.85 અબજ ડોલર થયું છે.

મૂળ ગુજરાતના બે અમેરિકન ભાઇઓ ચિરાગ પટેલ અને ચિન્ટુ પટેલ પાંચમાક્રમની સન ફાર્માનું સ્થાન મેળવવા માગે છે. આ કંપની 2020 સુધીમાં 2.6 અબજ ડોલરની આવક મળવે તેવું અનુમાન છે.

આશ્ચર્યની બાબત એવી છે કે આ બન્ને ભાઇએ તેમના જીવનના બે દાયકા ભારતમાં વિતાવ્યા છે. તેમનું સંયુક્ત પરિવાર 45 સભ્યોનું છે. આ ભાઇઓને ભારતના ફાર્મા સેક્ટરમાં પ્રવેશ કરવો છે. તેઓનું માનવું છે કે જેનેરિક બજાર સામે અમારે તીવ્ર સ્પર્ધા કરવાની છે પરંતુ અમે એવી ડ્રગ્સનું અહીં નિર્માણ કરવા માગીએ છીએ કે જ્યાં ટેકનોલોજી સાથેની દવાઓ પ્રવેશી નથી ત્યાં અમારે કામ કરવું છે. જેમ કે સેલ એનિમિયા કે નિશ ઓન્કોલોજી પ્રોડક્ટ્સ જેવું ઉત્પાદન કરવા માગીએ છીએ.

આ કંપની ભારતની કુલ છ સાઇટ્સ ધરાવે છે જે પૈકી ચાર ફોર્મ્યુલેશન છે અને બે એક્ટિવ ફાર્માસ્યુટીકલ ઇન્ગ્રેડિયન્ટ છે. આ પ્લાન્ટ ગુજરાત, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં આવેલા છે. કંપની 2020 પછી ભારતમાં સ્પેશ્યાલિટી દવાઓ સાતે પ્રવેશ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp