અમેરિકામાં વસતા ભારતીયો માટે ખુશખબર

PC: tropicsofmeta.files.wordpress.com

અમેરિકામાં રહેતા વિદેશી નાગરિકો અને ખાસ કરીને ભારતીયો માટે મોટી રાહતની ખબર છે. ટ્રમ્પ સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, એ પ્રસ્તાવને હાલમાં હટાવી દેવામાં આવ્યો છે, જેને કારણે 7.5 લાખ ભારતીયોની મુશ્કેલીઓ વધી ગઈ હોત અને તેમને અમેરિકા છોડવા માટે મજબૂર થવું પડત. ટ્રમ્પ સરકારે એવા કોઈપણ પ્રસ્તાવથી સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે, જેમાં H-1B વીઝાધારકોને વધુમાં વધુ 6 વર્ષ બાદ ગ્રીન કાર્ડ માટે રાહ જોઈ રહેલા લોકોને અમેરિકા છોડવા માટે મજબૂર થવું પડે.

વિદેશી લોકો માટે H-1B વીઝાને જોતી એન્જસી US સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિઝ(USCIS)ના ચીફ ઓફ મીડિયા રિલેશન્સ જોનાથને જણાવ્યું હતું કે, USCIS તરફથી AC-21ની ધારા 104(C) જે વિદેશી નાગરિકોને H-1B વીઝા પર 6 વર્ષથી વધુ રહેવાનો અધિકાર આપે છે, તેમાં કોઈપણ પ્રકારનો બદલાવ કરવામાં આવ્યો નથી. જો આવો કોઈ બદલાવ થાય તો પણ H-1B વીઝાધારકોને અમેરિકા છોડવા માટે મજબૂર નહીં થવું પડે, કારણ કે વીઝાધારક તરફથી AC-21ની ધારા 106 (A)-(B) અંતર્ગત એક વર્ષ વધારવાની અપીલ કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp