1.5 કરોડ ભારતીયો વિદેશમાં રહે છેઃ UN

PC: india.com

યુએનની એજન્સી 'ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર માઈગ્રેશન' પ્રમાણે આશરે 1.5 કરોડથી પણ વધુ ભારતીય વિદેશમાં રહે છે અને તેની સાથે વિદેશમાં રહેતા સમુદાયમાં તે સૌથી મોટો છે. એજન્સીના કહેવા પ્રમાણે, પ્રવાસી ભારતીયોનો સૌથી મોટો વર્ગ આશરે 35 લાખ જેટલા ભારતીય 2015માં યુએઈમાં રહ્યા હતા. જ્યારે ભારતીયોનો પ્રવાસ માટેનો પસંદગીનો દેશ અમેરિકા છે.

ભારત પછી વિદેશમાં રહેનારા લોકોના સમુદાયમાં મેક્સિકો બીજા ક્રમે આવે છે. વર્લ્ડ માઈગ્રેશન રીપોર્ટ પ્રમાણે માઈગ્રેટ થનારા લોકોની સંખ્યામાં દર વર્ષે ઉમેરો થતો જાય છે. અને તેમાં પણ મોટાભાગના લોકો એશિયા ખાસ કરીને ભારત, ચીન અને અન્ય સાઉથ એશિયાના દેશોના લોકો છે.
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.