NRIનું બનેલું ગુજરાત ફર્સ્ટ ગ્રુપ પાટીદારોને ન્યાય અપાવશે

PC: youtube.com

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં દર વખતે અમેરિકા અને અન્ય દેશોમાંથી એનઆરઆઇની ફોજ આવતી હોય છે. આ ફોજ માત્ર નરેન્દ્ર મોદીને મદદ કરવા આવે છે પરંતુ આ વખતે આ ફોજ પાટીદાર અનામત આંદોલનકારી નેતાઓને મદદ કરવા આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં આવી રહેલા એનઆરઆઇ પરિવારો મોદીને મદદ કરવા નહીં પણ હાર્દિક અને તેના સાથીદારોના અનામત આંદોલનને મદદ કરવા આવી રહ્યાં છે. પાટીદારો પર થયેલા અન્યાયનો બદલો લેવા તેઓ આવી રહ્યાં છે. છેલ્લા ત્રણ વર્ષમાં પાટીદાર યુવાનો પર થયેલી કાર્યવાહી બદલો તેઓ ભાજપ વિરોધી મતદાન કરીને લેશે.

એવા સંકેતો મળ્યા છે કે આ પરિવારો ગુજરાત આવે તે પહેલાં વિવિધ વિસ્તારોનો એક સર્વે થયો છે. અમેરિકાની ચૂંટણીમાં જેમ અમેરિકા ફર્સ્ટનું એક અભિયાન હતું તેવું પ્રથમ ગુજરાત નામનું એક ગ્રુપ બનાવીને ગુજરાતમાં વસતા પરિવારોને ન્યાય અપાવવા આ ગ્રુપ પ્રયાસ કરી રહ્યું છે.

મોદીના અમેરિકા પ્રવાસ દરમ્યાન મોદીએ એનઆરઆઇ પરિવારનો વચન આપ્યું હતું કે ગુજરાતના યુવા પાટીદારો પર થયેલા અન્યાય સામે તેઓ ન્યાય અપાવશે પરંતુ છેલ્લા અઢી વર્ષથી યુવા પાટીદારોને ન્યાય મળ્યો નથી તેથી આ પરિવારો ગુજરાત આવીને ભાજપ વિરોધી મતદાન કરશે.

સૂત્રો જણાવે છે કે આ ગ્રુપના 70 સભ્યો રાજ્યના વિવિધ વિસ્તારોમાં પહોંચીને પોતાના સમાજના આગેવાનોને મળશે અને ભેગા થઇને તેઓ સ્ટેટેજી ગોઠવશે. પાટીદારો પર ગોળીઓ ચલાવનારા પોલીસ ઓફિસરો સામે કોઇપણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી એટલે અમેરિકા અને વિદેશમાં વસતા પાટીદારો ભાજપની સરકાર પર ગુસ્સે ભરાયેલા છે. આ ગ્રુપમાં માત્ર અમેરિકા નથી પરંતુ તે ઉપરાંત યુકે, ઓસ્ટ્લિયા અને ન્યુઝિલેન્ડના પરિવારોનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp