નવસારીમાં તિરૂપતિ બેવરીઝીસ પર દરોડા

PC: khabarchhe.com

ભારતીય માનક બ્યૂરો દ્વારા 17 ઓગષ્ટના રોજ નવસારીના ખેરગામ ખાતે મેસર્સ તિરૂપતિ ફૂડ એન્ડ બેવરીઝ પર દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન બ્યૂરોએ 64 બેગ પાણીના પાઉચ (દર બેગમાં 40 પાઉચ) અને પાઉચ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ટીઈ ફિલ્મના 15 રોલ જેના પર આઈએસ નંબર, આઈએસઆઈ માર્ક તથા લાયસન્સ નંબર છાપવામાં આવ્યા હતા તે જપ્ત કર્યા છે.

આ કંપનીએ બીઆઈએસ અધિનિયમ 1986ની કલમ 11(1)નો ભંગ કર્યો છે તથા આરોપીઓ વિરુદ્ધ ભારતીય માનક બ્યૂરો અધિનિયમ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે જે અંતર્ગત એક વર્ષની સજા અથવા રૂપિયા 50,000નો દંડ કે બંને સજાની જોગવાઈ છે.ભારતીય માનક બ્યૂરો દ્વારા લાયસન્સ વગર આઈએસ માર્કાનો ઉપયોગ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp