આ છે કોરોનાને હરાવનાર દેશના સૌથી વૃદ્ધ 106 વર્ષના દર્દી, જાણો દાદાએ શું સલાહ આપી

PC: theprint.in

BE strong and have faith in god and yourself, મજબુત રહો, ભગવાનમાં અને તમારા પોતાનામાં વિશ્વાસ રાખો.106 વર્ષની વયે કોરોના સામેની જંગ જીતનાર દિલ્હીમાં રહેતા એક મુસ્લિમ વૃધ્ધ સોરી યુવાનના આ શબ્દો છે. અમે તેમને યંગ એટલા માટે કહી રહ્યા છે કે તેમનો વિલ પાવર 20 વર્ષના યુવાનને શરમાવે તેવો છે. 106 વર્ષની વયે પણ તંદુરસ્ત છે, પોતાનું કામ જાતે જ કરે છે અને બાળકો સાથે મસ્તી પણ કરે છે.આ સજજની લાઇફ સ્ટોરી તમે સાંભળશો તો તમને લાગશે કે આ કોઇ ફિલ્મની વાર્તા હોવી જોઇએ.

1918માં જયારે સ્પેનિશ ફલુએ આખા વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો ત્યારે આ સજજન 4 વર્ષના હતા અને 1993માં લાતુર ધરતીકંપમાં પોતાના બાળકો અને 11 ગ્રાન્ડ ચિલ્ડ્ર્નને તેમણે ગુમાવી દીધા હતા.નસીબે તેમને દિલ્હીની સડકો પર ભીખ માંગવા પણ મજબુર કર્યા, પરંતુ તેમણે જિંદગી પણ શરમાઇ જાય તેવી હિંમત દાખવી.એક જમાનામાં મુંબઇમાં ફિલ્મોમાં સેટ ડિઝાઇન તરીકે કામ કરી ચુકેલા આ વૃધ્ધની કહાની તમારી આંખમાંથી આંસુ લાવી દેશે.

એમનું નામ મુખત્યાર અહમદ છે, હાલ દિલ્હીમાં રહે છે. કોરોના વાયરસના સંક્રમણમાં તેઓ જે પરિવાર સાથે રહે છે તે આખું પરિવાર કોરાના ગ્રસ્ત હતું. પણ મુખત્યાર અહમદને રાજીવ ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.17 દિવસની સારવાર પછી કોરોના સામેની જંગ જીતીને તેઓ ઘરે આવી ચુક્યા છે.કોરાના વાયરસની અસર મોટી ઉંમરના લોકો પર વધુ થાય છે અને મોટી ઉંમરના લોકો જલ્દી મોતને ભેટે છે એવું વારંવાર આપણે સાંભળીએ છીએ. પણ મુખત્યાર અહમદના વિલ પાવરે કોરોનાને પણ માત આપી દીધી છે.અને તેઓ દેશભરમાં કોરોનાની જંગ જીતનારા સૌથી મોટી વયના વ્યકિત બની ગયા છે.

મુખત્યાર અહમદ મુંબઇમાં ફિલ્મોમાં સેટ ડિઝાઇનર તરીકે કામ કરતા હતા.તેમણે ફિલ્મ જગતના તે વખતે દિગ્ગજ ગણાતા બલરાજ સહાની, મીનાકુમારી, રાજકપુર,રાજેન્દ્ર કુમાર અને નરગીસ જેવા કલાકારો સાથે કામ કર્યું છે. તેમણે પ્યાર કા સાગર, કાલી ટોપી લાલરૂમાલ અને જંગલી જેવી ફિલ્મમાં રોલ પણ કર્યો છે.મુખત્યારે એક અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે કલાકારોના પુત્રો સની દેઓલ, બોબી દેઓલ, સંજય દત્ત્ અને સલમાન ખાન સાથે સંવાદ કરવાની તેમને તક મળી હતી.

ફિલ્મોમાં સેટ ડિઝિનર તરીકે કામ કરતા હતા ત્યાં સુધી જિંદગી ઓલ ઇઝ વેલ હતી, પરંતુ 1993માં જયારે લાતુરમાં ધરતીકંપ આવ્યો ત્યારે તેમના બાળકો, તેમના 11 પૌત્ર સહીત આખું પરિવાર મોતને ભેટયું હતું.પરિવારને ગુમાવી ચુકેલા મુખત્યાર હિંમત હારી ગયા હતા, પણ અટકી ન ગયા. નસીબ તેમને દિલ્હી લઇ ગયું અને દિલ્હીના રસ્તા પર તેમને મજબુરીમાં ભીખ માંગવાની નોબત આવી.તેઓ જયારે દિલ્હીની સડકો પર ભીખ માંગી રહ્યા હતા ત્યારે તેમના પરિચિત પરિવારજને તેમને જોયા અને તેઓ મુખત્યાર અહમદને પોતાના ઘરે લઇ ગયા. 13 વર્ષથી મુખત્યાર અહમદ હવે ઓલ્ડ દિલ્હીમાં જ રહે છે.

કોરોના સામેની લડાઇ જીતીને આવનાર 106 વર્ષના મુખત્યાર અહમદે કહ્યું કે બી સ્ટ્રોંગ,હેવ ફેઇથ ઇન ગોડ એન્ડ યોર સેલ્ફ. આ શબ્દો જિંદગી સામે હારી ચુકેલા લોકો માટે પ્રાણ પુરી શકે તેવા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp