વિકાસના બણગાં: ગુજરાતના 43.28% લોકો છૂટક મજૂરી કરવા મજબૂર

PC: adamfergusonphoto.com

વિધાનસભાની ગઈ ચૂંટણીમાં કોંગ્રેસની "ઘરનું ઘર" ઝુંબેશ સામે ભાજપે ગુજરાતમાં છેલ્લી ચૂંટણીમાં 50 લાખ મકાનો બાંધવાની જાહેરાત કર્યા બાદ પાંચ વર્ષમાં દોઢ લાખ ઘર પણ બાંધી શક્યા નથી.

કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના સવા ત્રણ લાખ પરિવારો ભાડાના મકાનમાં રહેવા મજબૂર છે અને મહિને રૂપિયા દશ હજાર કે તેથી વધારે આવક ધરાવતા કુંટુંબોની સંખ્યા માત્ર 9.57 ટકા છે.

ગુજરાત કરતા હિમાચલમાં 24.36 ટકા, જમ્મુ-કાશ્મિરમાં 18.03 ટકા, પંજાબમાં 17.50 ટકા, હરિયાણાંમાં 16.28 ટકા, ઉત્તરાખંડમાં 14.72 ટકા, કેરલમાં 12.35 ટકા અને મહારાષ્ટ્રમાં 11.05 ટકા કુંટુંબોમાં 10 હજારથી વધારે માસિક આવક છે.

રાજ્યના 25.8 ટકા પરિવારો પાસે આજે પણ લેન્ડલાઈન ફોન, મોબાઈલ કે ઈન્ટરનેટની સુવિધા નથી જ્યારે રોજગારીની પોકળ વાતોમાં આજે પણ
રાજ્યના 43.28 ટકા લોકો છુટક મજૂરી કરવા મજબૂર બની ગયા છે.

જ્યારે ગ્રામ્ય કક્ષાએ ભાજપને મત નહીં મળતા ગ્રામીણ વિસ્તારોની કરાયેલી દુર્દશામાં 55 ટકા લોકો પાસે કોઈ જમીન નથી. જ્યારે નર્મદા મહોત્સવો અને ગૌરવ યાત્રાઓ યોજતી ભાજપ સરકારની કિન્નાખોરીના કારણે 52 ટકા જમીનમાં સિંચાઈની કોઈ પણ પ્રકારની સુવિધા નથી. જેમાં આકાશી ખેતીના ભરોશે રાજ્યની કુલ જમીનના 33 ટકા ભાગમાં જ વર્ષમાં બે પાક લઈ શકાય તેવી સિંચાઈ વ્યવસ્થા છે. આમ, વિકાસના બણગાં ફૂંકતી ભાજપ સરકારે ગ્રામીણ લોકોની દુર્દશા કરી હોવાથી આગામી ચૂંટણીમાં તમામ ગ્રામજનોએ ભાજપની દુર્દશા કરવાનો ર્દઢ સંકલ્પ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp