15 વર્ષથી નરના સંપર્કમાં આવ્યા વિના 62 વર્ષીય માદા અજગરે આપ્યા 7 ઈંડા

PC: oneindia.com

સોશિયલ મીડિયા પર હાલ એક ચોંકાવનારો મામલો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. શું તમે ક્યારેય સાંભળ્યું છે કે, કોઈપણ નર સાથે સંપર્કમાં આવ્યા વિના માદા અજગર ગર્ભવતી થઈ હોય? તમને એ જાણીને આશ્ચર્ય થશે કે અમેરિકાના એક પ્રાણી સંગ્રહાલયમાં આશરે 15 વર્ષ નરથી દૂર રહ્યા બાદ પણ એક 62 વર્ષીય માદા અજગરે એક-બે નહીં પરંતુ સાત ઈંડા આપ્યા છે. આ ઘટનાથી પ્રાણી સંગ્રહાલયના કર્મચારી પણ દંગ રહી ગયા. આ ઉપરાંત, એક ચોંકાવનારી વાત એ છે કે, ઈંડા આપનારી માદા અજગર દુનિયાની સૌથી ઉંમરલાયક પાયથન બની શકે છે. પ્રાણી સંગ્રહાલયમાં જંતુ વિજ્ઞાનના એક જૂલોજિકલ મેનેજર માર્ક વાનનેરના જણાવ્યા અનુસાર, તે દુનિયાની સૌથી ઉંમરલાયક માદા અજગર હશે, જેણે આ ઉંમરમાં ઈંડા આપ્યા છે. સોશિયલ મીડિયા પર આ સમાચારે લોકોને આશ્ચર્યમાં મુકી દીધા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, મિસૂરીના સેન્ટ લુઈસ પ્રાણી સંગ્રહાલયમાં 62 વર્ષીય એક માદા અજગર છેલ્લાં 15 વર્ષથી કોઈ નરના સંપર્કમાં નથી આવી. તેમ છતા તેણે સાત ઈંડા આપીને સૌને ચોંકાવી દીધા છે. જણાવી દઈએ કે, માદા બોલ પાઈથન 6 વર્ષની ઉંમરથી જ ઈંડા આપવાની અવસ્થામાં પહોંચી જાય છે અને 60 વર્ષની ઉંમર આવતા આવતા તે ઈંડા આપવાનું બંધ કરી દે છે.

આ ઘટના ફેસબુર પોસ્ટ પર શેર કરવામાં આવી હતી, જેમાં સેન્ટ લુઈસ પ્રાણી સંગ્રહાલય તરફથી જાણકારી આપવામાં આવી છે કે, બોલ પાઈથન, જે મૂળ મધ્ય અને પશ્ચિમી આફ્રિકામાં મળી આવે છે. તેની ખાસિયત એ છે કે, આવી પ્રજાતિના અજગર યૌન અને અલૈંગિક રીતે પ્રજનન માટે જાણીતા છે. જેને ફૈંક્સેટિવ પાર્થેનોજેનેસિસ કહેવામાં આવે છે.

પ્રાણી સંગ્રહાલયના જણાવ્યા અનુસાર, સાંપ પણ સંપર્કને સ્ટોર કરી શકે છે. પરંતુ વૈજ્ઞાનિક એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે, બંનેમાંથી કયું કારણ ઈંડા આપવા માટે કારણ બને છે. તેની જાણકારી માત્ર જીનેટિક ટેસ્ટિંગ દ્વારા જ મેળવી શકાય છે. હજુ સુધી પ્રાણી સંગ્રહાલયના કર્મચારીઓને એ જાણવામાં સફળતા નથી મળી કે માદા અજગરે યૌન અથવા અલૈંગિક કઈ રીતે પ્રજનન કર્યું છે?

જણાવી દઈએ કે, ફેસબુક પર આ પોસ્ટ 8 સપ્ટેમ્બરના રોજ શેર કરવામાં આવી હતી, અત્યારસુધીમાં આ વીડિયોને 3 લાખ કરતા વધુ વાર જોવાઈ ચુક્યો છે. જ્યારે 4 હજાર કરતા વધુ લોકો તેને શેર કરી ચુક્યા છે. જણાવી દઈએ કે, બોલ પાઈથનનું કોઈ આધિકારીક નામ નથી, આ માદા અજગરને વર્ષ 1961માં પ્રાણી સંગ્રહાલયમાં લાવવામાં આવી હતી.

રિપોર્ટ અનુસાર, માદા અજગરે 23 જુલાઈએ 7 ઈંડા આપ્યા હતા, જેમાંથી 3 ઈનક્યૂબેટરમાં છે. જ્યારે 2 બચી નથી શક્યા, સાથે જ અન્ય 2 આનુવાંશિક મળી આવ્યા છે. આ ઘટના પાછળ તર્ક જણાવવામાં આવી રહ્યો છે કે, પ્રાણી સંગ્રહાલયમાં એક તરફ 31 વર્ષનો નર અજગર છે. અવારનવાર પિંજરાની સફાઈ માટે સાંપોને ડોલમાં રાખવામાં આવે છે. એવી આશંકા છે કે માદા અજગર ડોલમાં જ નરના સંપર્કમાં આવી હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp