આ શ્વાનને મારવા માટે રખાયું છે 50 લાખનું ઇનામ, બૂલેટપ્રૂફ ગાડીમાં કરે છે મુસાફરી

PC: twitter.com/VILLAERRE10

કોલમ્બિયા દુનિયાભરમાં ડ્રગ્સ સ્મગલિંગ માટે બદનામ છે. અહીં વર્ષોથી ડ્રગ્સ સ્મગલરો ફલીફૂલી રહ્યા છે પરંતુ સોમ્બ્રા નામના એક શ્વાને ઘણા સ્મગલરોની આશાઓ પર પાણી ફેરવી દીધું છે.

આ શ્વાને 2 વર્ષમાં લગભગ 68 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાવવામાં માંડ કરી છે. તેના કારણે આ શ્વાન પર 50 લાખ રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું છે. સ્મગલરોએ પોતાના ગ્રુપમાં મેસેજ મોકલ્યો છે કે સોમ્બ્રા શ્વાનને જીવતો અથવા મૃત લાવનાર વ્યક્તિને 50 લાખ આપવામાં આવશે. કોલમ્બિયા પોલીસે જાતે ટ્વીટ કરીને આ શ્વાન વિશે જાણકારી આપી છે.

જર્મન શેફર્ડ સોમ્બ્રા છેલ્લા 2 વર્ષથી કોલમ્બિયા પોલીસ વિભાગમાં કામ કરી રહ્યો છે. રિપોર્ટ્સ અનુસાર આ શ્વાનની મદદથી 245 જેટલા ગુનેગારોની ધરપડક કરવામાં આવી છે. 2 મોટા એરપોર્ટ પર સોમ્બ્રા ડ્યૂટી કરે છે.

ખાસ વાત એ છે કે આ શ્વાન બૂલેટપ્રૂફ ગાડીમાં જાય છે. તેની સાથે 2 ગનમેન પણ રહે છે. એરપોર્ટ પર પીક અવર્સમાં લગભગ 6 કલાક સુધી આ શ્વાનને ડયૂટી પર રાખવામાં આવે છે. પોલીસકર્મીઓ જણાવે છે કે આ શ્વાન અન્ય શ્વાનો કરતા વધુ ચપળ છે. આ શ્વાનની ઉંમર 6 વર્ષની છે અને તે કોલમ્બિયામાં ખૂબ પ્રખ્યાત થઈ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp