મુંબઈમાં અનોખા લગ્ન, વર અને કન્યાએ એક બીજાને મંગળસૂત્ર પહેરાવ્યું, જાણો કારણ

PC: india.com

દેશમાં હાલ કોરોનાની મહામારી વચ્ચે અલગ અલગ જગ્યાઓ પર અનોખા લગ્ન યોજાયા હોય તેવા કિસ્સાઓ પણ સામે આવે છે. કોરોનાની મહામારી વચ્ચે કોઈ વ્યક્તિએ વીડિયો કોલના માધ્યમથી લગ્ન કર્યા હોય તેવું પણ સામે આવે છે. તો કોઈ લોકોએ માત્ર પરિવારના સભ્યોની હાજરીમાં જ લગ્ન કર્યા હોય તેવા કિસ્સા પણ સામે આવે છે. ત્યારે મુંબઈમાં એક અનોખા લગ્ન યોજાયા હતા અને આ લગ્નમાં દંપતીએ એકબીજાને મંગળસૂત્ર પહેરાવીને લગ્ન કર્યા હતા. લગ્નના આગળના દિવસે વરરાજા શાર્દુલ કદમે મંગળસૂત્ર પોતે પણ પહેરશે છે તેવો નિર્ણય કર્યો હતો અને બીજા દિવસે લગ્ન મંડપમાં શાર્દુલે કન્યાને તો મંગળસૂત્ર પહેરાવ્યું પરંતુ કન્યાની સાથે પોતે પણ મંગળસૂત્ર પહેર્યુ હતું.

વરરાજા શાર્દુલે આવું કરવા પાછળનું કારણ જણાવ્યું હતું કે, લગ્નના દિવસે ફેરા ફર્યા પછી તનુજા અને તેને એકબીજાના ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યું હતું. હું ખૂબ જ ખુશ હતો પરંતુ આ નિર્ણયથી સોશિયલ મીડિયા નારાજ થઈ ગયું. શાર્દુલે મંગળસૂત્ર પહેરી હોવાના કારણે લોકોએ તેને સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ કર્યો. શાર્દુલ અને તનૂજાની લવ સ્ટોરીની શરૂઆત કોલેજમાંથી થઈ હતી.

કોલેજમાં ગ્રેજ્યુએટ થયાના ચાર વર્ષ પછી તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. શાર્દુલે એવું પણ જણાવ્યું હતું કે, તનુજા પોતાના સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર હિમેશ રેશમિયાના ગીતને શેર કરતી હતી અને કેપ્શનમાં ટોર્ચર લગતી હતી અને હું તેનો જવાબ આપતો હતો મહા ટોર્ચર. આ રીતે અમારી વાતચીત શરૂ થઈ અને ત્યારબાદ થોડા દિવસ પછી અમે બંને ચાની કીટલી પર મળ્યા હતા.

આ મુલાકાત બાદ શાર્દુલે તનુજા સાથે લગ્ન કરવા માટે તેના માતા-પિતાને જાણ કરી હતી અને કહ્યું હતું કે તેઓ એક વર્ષથી સાથે ડેટ કરી રહ્યા છે અને સપ્ટેમ્બર 2020થી તેઓ લગ્નનું પ્લાનિંગ કરી રહ્યા હતા. એક દિવસ મેં તનુજાને એવું પૂછ્યું હતું કે, ફક્ત છોકરીઓને જ મંગળસૂત્ર શા માટે પહેરવું પડે છે શું, આનાથી કોઈ લોજીક છે અને અમે બંને તો બરાબર છે. એટલા માટે મેં પણ મંગળસૂત્ર પહેરવાનું જાહેર કર્યું. મારા આ નિર્ણયથી માતા-પિતા પણ હેરાન થયા હતા અને અમને આ બાબતે ઘણા સવાલો કરવામાં આવ્યા હતા પરંતુ મેં કોઈની વાત ન માની અને અમે બંને એકસાથે મંગળસૂત્ર પહેરીને સમાનતા બતાવી છે.

લગ્નના એક દિવસ પહેલા તનુજાએ શાર્દુલને કહ્યું હતું કે, તે લગ્નમાં મંગળસૂત્ર પહેરશે ત્યારે તેને હા કહ્યું હતું અને આ નિર્ણયના કારણે અમુક મહેમાનો પણ તેમનાથી નારાજ દેખાયા હતા. શાર્દુલે જ્યારે એકબીજાને મંગળસૂત્ર પહેરાવતો ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો ત્યારે લોકોએ તેને ખૂબ જ ટ્રોલ કર્યો અને લખ્યું હતું કે, હવે સાડી પહેરી લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp