UPના આ ગામમાં દૂધ વેચવાને અભિશાપ માનવામાં આવે છે, કારણ છે ચોકાવનારું

PC: rd.com

UPમાં આગરાના કુઆ ખેડા ગામમાં મોટાભાગના લોકો પ્રાણીઓને પાળે તો છે પરંતુ આ ગામના લોકો આસપાસના ગામડાંઓમાં દૂધ પહેંચી આવે છે અથવા તો દાન કરી દે છે. જાટવ સમુદાયની બહુમતીવાળા આ ગામમાં દૂધ વેચવાને અશુભ માનવામાં આવે છે.

કહેવામાં આવે છે કે આ ગામના લોકોએ ઘણા વર્ષોથી દૂધ વેચ્યું નથી. તેમનું માનવું છે કે જેણે પણ દૂધ વેચવાની કોશિશ કરી છે, તેણે ઘણું મોટું નુકસાન ઉઠાવવું પડ્યું છે. ઘણ વખત તો જે ગાયનું દૂધ આપ્યું હતું તેના મરવાની સુધીની વાત જાણવા મળી છે. કુઆ ખેડા ગામની વસ્તી આશરે 7000ની છે અને દરેક ઘરમાં એક ગાય છે. ગામના લોકોના કહેવા પ્રમાણે, અહીં એક દિવસમાં 30000 લીટર દૂધનું ઉત્પાદન થાય છે. આ દૂધ તેઓ કોઈ જરૂરિયાતમંદને આપી દે છે અથવા તો આજુબાજુના ગામડાંઓમાં વેંચી આવે છે. પરંતુ દૂધ વેચતા નથી.

આ અંગે ગામના સરપંચ કહે છે કે ઘણા વર્ષોથી આ પરંપરા ચાલતી આવે છે. ગામના કોઈ પણ વ્યક્તિએ દૂધ વેચવાની કોશિશ કરી નથી. તેની સાથે આસપાસના ગામના લોકો ડેરીના ધંધામાંથી સારી એવી કમાણી કરી લે છે. તે ગામડાંઓમાં અને શહેરોમાં દૂધ અને તેની પ્રોડ્ક્ટસ વેચે છે, જ્યારે અમારા ગામના લોકો દૂધનું દાન કરીને ગર્વ મહેસૂસ કરે છે.

તેણે વધુમાં વાત કરતા કહ્યું હતું કે અમે લોકો ગામમાં પશુઓથી મળનારા દૂધનો ઉપયોગ છાશ, માખણ અને દહીં બનાવવા માટે કરીએ છે. તે પછી જે દૂધ બચે તેને આજુબાજુના ગામડાંઓમાં ફ્રીમાં વહેંચી દેવામાં આવે છે. ગામના ઈતિહાસ અંગે વાત કરતા ગામના સરપંચ રાજેન્દ્ર કહે છે કે અહીંના રહેનારા 7 પેઢીના લોકોએ આજ સુધી દૂધ વેચ્યું નથી. આ ગામમાં ઘણા લોકો અન્ય ધંધાઓમાંથી કમાણી કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp