કચોરી વેચનારાની વાર્ષિક ઇનકમ સાંભળીને અધિકારીઓ ચોંકી ગયા

PC: tosnews.com

એક નામ અને ઓળખ વિનાના કચોરી વેચનારા વ્યક્તિની આવકની તપાસ કરવામાં આવી તો ઇનકમ ટેક્સ વિભાગની ટીમ સામે જે હકિકતો સામે આવી તો જોઇને ખુદ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ટીમે દુકાન પર ઉભાં રહીને કચોરી વેચનારના વેચાણ અને ખાદ્ય વસ્તુઓના આધાર પર તેનું એક વર્ષનું 60 લાખ રૂપિયાનું ટર્નઓવર કાઢ્યું હતું, જે વધીને એક કરોડ રૂપિયાને પણ પાર કરી શકે છે. ઇનકમ ટેક્સ વિભાગે દુકાનદારને નોટિસ ફટકારી છે.

ઉત્તર પ્રદેશના અલીગઢ શહેર સ્થિત સીમા ટોકિઝ પાસે મુકેશ નામનો વેપારી છેલ્લા 10-12 વર્ષથી કચોરી અને સમોસા વેચે છે. વેપારીના સંબંધે વીતેલા દિવસોમાં સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરોને એક ફરિયાદ પ્રાપ્ત થઇ હતી. મામલો લખનઉથી અલીગઢ પહોંચ્યો. અલીગઢ વેપાર કર વિભાગે SIBની મદદથી અધિકારીઓએ પહેલા મુકેશના દુકાનની શોધ કરી હતી. દુકાન મળ્યાં બાદ બે દિવસ સુધી આસપાસ બેસીને વેચાણ વિશે માહિતી મેળવી હતી. ત્યારબાદ 21 જૂને એક ટીમ સર્વે કરવા પહોંચી હતી. સર્વેની કાર્યવાહી બાદ મુકેશે પોતે જ લાખો રૂપિયાના ટર્ન ઓવરની વાત સ્વીકારી હતી. ગ્રાહકોની સંખ્યાંથી લઇને કાચો માલ, રિફાઇન્ડ, ગેસ સિલિન્ડર ખર્ચની માહિતી આપી દીધી હતી.

તપાસ કરી તો ખબર પડી કે મુકેશનું વાર્ષિક ટર્નઓવર 60 લાખથી વધુ છે. તે પાછલાં 10 વર્ષથી કચોરી અને સમોસા બનાવીને વેચવાનું કામ કરે છે. તપાસમાં તેનું GST રજીસ્ટ્રેશન પણ મળ્યું ન હતું. નિયમો મુજબ, 40 લાખનું વાર્ષિક ટર્નઓવર ધરાવતાં લોકોએ જીએસટી રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. તપાસ અધિકારીઓનો દાવો છે કે તપાસમાં 60 લાખ ટર્નઓવરની વાત સામે આવી છે, પરંતુ વિસ્તૃત તપાસમાં ટર્નઓવર 1 કરોડને પાર કરે તેવી સંભાવના છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp