150 વર્ષના મગર ગંગારામનું મોત, હિબકે ચડ્યું આખું ગામ

PC: jansatta.com

છત્તીસગઢના ગામ બાવા મોહતરામાં મગરનું મૃત્યુ થતા આખું ગામ ભાવુક થઈ ગયુ. દરમિયાન ગામના લોકોએ મગરની અંતિમયાત્રા કાઢી. સાથે જ ઢોલ-મંજીરા વગાડીને તેને વિદાય આપી હતી. મગરની અંતિમ યાત્રામાં તમામ ગ્રામજનોની આંખોમાં આંસુ દેખાતા હતા. જણાવવામાં આવી રહ્યુ છે કે, 150 વર્ષના આ મગરને લોકો પોતાના પરિવારનો સભ્ય માનતા હતા અને તેને ગંગારામ કહીને બોલાવતા હતા.

મળતી માહિતી અનુસાર, આ મગરની ઉંમર આશરે 150 વર્ષ હતી. તે ઘણા વર્ષોથી મોહતરા ગામના તળાવમાં રહેતો હતો. તેની લંબાઈ 3.40 મીટર અને પહોળાઈ 1.30 મીટર હતી. તેનું વજન આશરે અઢી ક્વિન્ટલ હતુ. ગ્રામજનોએ જણાવ્યુ હતુ કે, મંગળવારની સવારે કેટલાક ગ્રામજનો તળાવમાં ન્હાવા ગયા હતા ત્યારે તેમણે મગરને તરતા જોયો હતો. જોકે, પાસે જતા ખ્યાલ આવ્યો કે તે મરી ગયો છે. આ સૂચના વન વિભાગને મળી તો આખી ટીમ પોલીસ સાથે ગામમાં પહોંચી અને ગંગારામના શવને પોસ્ટમોર્ટમ માટે લઈ જવા માંડ્યા. એવામાં ગામ્રજનોએ તેનું પોસ્ટમોર્ટમ ગામમાં જ કરવાની માંગણી કરવા માંડ્યા. કલેક્ટરે મગર પ્રત્યે ગામ્રજનોની લાગણી જોતા અધિકારીઓને ગામમાં જ પોસ્ટમોર્ટમ કરવા કહ્યું.

લોકોએ ટ્રેક્ટરમાં ગંગારામની અંતિમ યાત્રા કાઢી. તેમજ ઢોલ, મંજીરા, ફુલ, ગુલાબ ઉડાડીને તેને અંતિમ વિદાય આપવામાં આવી. ગામના લોકોએ ગંગારામની યાદમાં તળાવ કિનારે એક મંદિર બનાવવાનો નિર્ણય પણ લીધો છે.

વધુમાં મળતી માહિતી અનુસાર, તળાવની પાસે બનેલા એક મંદિરમાં હરિ મહંત રહેતા હતા. તે આ મગરમચ્છને ગંગારામ કરીને બોલાવતા હતા. તેના બોલાવતા જ મગર તળાવમાંથી બહાર આવી જતો હતો. તેમજ જ્યારે બાળકો આ તળાવમાં ન્હાતા ત્યારે મગર તેની સાથે રમતો હતો. ગંગારામે ક્યારેય કોઈને નુકસાન પહોંચાડ્યુ નહોતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp