અંદરથી આવું લાગે છે અંબાણીનું ઘર એન્ટિલિયા, જુઓ આ શાહી મહેલની તસવીરો

PC: indiatoday.in

મુકેશ અંબાણીના એન્ટિલિયા મહેલની સુંદરતા એટલી છે કે જોનારાની આંખો પહોળી અને મોઢઉં ખુલ્લું રહી જાય છે. આ અંબાણી હાઉસ એન્ટિલિયા એટલું વિશાળ છે કે આ ઘરની નીચે ઉભા રહીને જોઇએ તો તેના ફ્લોર ગણવામાં ડોક રહી જાય એમ છે. કેટલાંક લોકો તો એન્ટિલિયાને એકવીસમી સદીનો તાજમહેલ ગણાવે છે. તો ચાલો આજે તમને એન્ટિલિયાની સેર કરાવીએ.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી દુનિયાના બીજા નંબરના સૌથી મોંઘા ઘરમાં રહે છે. વિશ્વમાં મોંઘા ઘરોની યાદીમાં બકિંગહામ પેલેસ પછી એન્ટિલિયાનો નંબર આવે છે. મુકેશ અંબાણીનું ઘર 200 કરોડ ડોલર એટલે કે 11 હજાર કરોડ રૂપિયાના ખર્ચે બનેલું છે. જો આ ઘરના નામની વાત કરીએ તો એટલાન્ટિક મહાસાગરના એક પૌરાણિક ટાપુના નામ પરથી આ ઘરનું નામ એન્ટિલિટા રાખવામાં આવ્યું છે.

એન્ટિલિયા દેશના સૌથી મોંઘા વિસ્તાર મુંબઈના અલ્ટામાઉન્ટ રોડ પર બનાવવામાં આવ્યું છે. આ એરિયામાં પ્રોપર્ટીની કિંમત ખૂબ જ વધારે છે. અહીં પ્રતિ સ્ક્વેર ફૂટની કિંમત 80 હજારથી લઈને 85હજાર રૂપિયા સુધીની છે.

એન્ટિલિયાની દેખરેખ માટે 600 સભ્યોનો સ્ટાફ પણ રાખવામાં આવ્યો છે આ બિલ્ડિંગમાં ત્રણ હેલિપેડ પણ છે. અહીંથી ખુલ્લું આકાશ અને સામે દરિયો દેખાય છે. મુકેશ અંબાણીના આ વિશાળ મહેલમાં મુકેશ અંબાણી તેમના પત્ની નીતા અંબાણી, માતા કોકીલાબેન અને તેમના બે પુત્રો આકાશ અને અનંત સાથે રહે છે.

ધરતીકંપ આવ્યો હોવા છતાં એન્ટિલિયા અડીખમ ઊભું છે. મુકેશ અંબાણી લક્ઝુરિયસ કાર રાખવાના શોખીન હોવાથી તેમણે એન્ટિલિયામાં છઠ્ઠા ફ્લોર પર આ કાર્સ રાખવા માટે ગેરેજ બનાવ્યું છે. જેમાંની એક કાર મેયબેચ છે. જેની કિંમત 5 કરોડ રૂપિયા છે.

એન્ટિલિયામાં 27 ફ્લોરમાં પ્રત્યેક ફ્લોર પર આવન-જાવન કરવા માટે લિફ્ટ મૂકવામાં આવી છે. આ ઘરમાં યોગા સેન્ટર, ડાન્સ સ્ટુડિયો, જાકુઝી, હેલ્થ સ્પા અને સ્વિમિંગ પુલ પણ આવેલા છે.

મુકેશ અંબાણીએ પોતાના ઘરમાં એક આઈસ્ક્રિમ પાર્લર પણ બનાવ્યું છે. તેમજ તેમના ઘરમાં મોટું મંદિર અને સલૂન પણ છે અને સાથે એક પ્રાઇવેટ થિયેટર પણ બનાવ્યું છે. જેમાં એકસાથે 50 લોકો ફિલ્મ જોઈ શકે છે.

મુબઈની ગરમી અને બાફથી બચવા માટે એન્ટિલિયામાં એક ખાસ સુવિધા ઊભી કરવામાં આવી છે. ઊનાળામાં ગરમી ન લાગે તે માટે અહીંયા એક આઇસ રૂમ બનાવાયો છે. જેની દીવાલો સ્નોફ્લેકથી બની છે. જેમાં સતત કૃત્રિમ સ્નો પડતો રહે છે.

એન્ટિલિયાના દરેક ફ્લોરને ડિફરન્ટ મટીરિયલ અને લે-આઉટ સાથે ડિઝાઇન કરવામાં આવ્યો છે. આમ, આ શાહી મહેલ ગણાતાં એન્ટિલિયાની હાલની કિંમત 14 હજાર કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp