પીનટ બટરથી મોડલને થઈ એલર્જી, બ્રેન થયું ડેમેજ, બોલવા-ચાલવાનું થઈ ગયું બંધ

PC: huffpost.com

અમેરિકાની મોડલ અને એક્ટ્રેસ શાંતેલ ગ્યાકેલોનનું પીનટ બટર બિસ્કીટ ખાધા પછી બ્રેન ડેમેજ થઈ ગયું છે. હવે લાસ વેગાસની અદાલતે તેના મેડિકલ ખર્ચા અને માનસિક-ભાવનાત્મક મુશ્કેલીને ધ્યાનમાં રાખીને તેના પરિવારને 29.5 મિલિયન ડોલર્સ એટેલે કે લગભગ 222 કરોડ રૂપિયા આપવાનો આદેશ આપ્યો છે.

વર્ષ 2013માં શાંતેલ લાસ વેગાસમાં મેજિક ફેશન ટ્રેડ શોમાં મોડેલિંગ કરી રહી હતી. આ દરમિયાન તેની મિત્ર તારાએ તેને દહીં જેવું ટેસ્ટમાં લાગતું યોગર્ટ અને પ્રેટ્ઝેલ આપ્યું હતું. પ્રેટઝેલ એક પ્રકારનું બિસ્કીટ હોય છે અને આ બિસ્કીટમાં પીનટ બટર પણ હતું. શાંતેલને પીનટ બટરથી એલર્જી હતી પરંતુ, તેને ખબર ન હતી કે આ બિસ્કીટમાં પીનટ બટર છે અને તેની મિત્રને ખબર નહોતી કે તેને પીનટ બટરથી એલર્જી છે. શાંતેલના આ બિસ્કીટ ખાધા પછી તે એનાફાયલેક્ટિક શોકમાં જતી રહી હતી.

એનાફાયલેક્ટિક શોકની સ્થિતિ ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે કોઈ વ્યક્તિને એલર્જીનું રિએક્શન થાય છે. આ ઘણું દુર્લભ હોય છે પરંતુ જો તેનો ઈલાજ કરવામાં ન આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. આ સામાન્ય રીતે ફૂડ એલર્જી અને કીડા-મંકોડાના કરડવાથી થાય છે. આ શોકની સ્થિતિમાં epinephrine નામનું ડ્રગ આપવામાં આવે છે. જોકે આ ડ્રગને તરત ન આપવામાં આવે તો હાલત વધારે ગંભીર બની શકે છે. શાંતેલના વકીલે પણ કહ્યું કે જ્યારે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી તો પણ તેને આ ડ્રગ આપવામાં આવ્યું ન હતું. જેનાથી તેની હાલત વધારે ખરાબ થઈ ગઈ હતી.

તે સમયે શાંતેલ 27 વર્ષની હતી અને આ બિસ્કીટ ખાઈને તે શોકમાં જતી રહી હતી. તેને તરત હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જોકે હોસ્પિટલમાં તેની હાલત વધારે ખરાબ થઈ ગઈ હતી. શાંતેલના વકીલ ક્રિસ મોરીસનું કહેવું છે કે, મેડિકવેસ્ટ નામના હોસ્પિટલની ટ્રીટમેન્ટ પછી શાંતેલનું મગજ અમુક મિનિટ માટે કામ કરતું બંધ થઈ ગયું હતું. શાંતેલને યોગ્ય સમયે સારવાર ન મળવાને લીધે કોર્ટે તેના ખર્ચાની ચૂકવણી માટેની જાહેરાત કરી હતી. હજુ સુધી શાંતેલ આ ઘટનામાંથી ઉભરી શકી નથી. હજુ પણ તેને લકવો મારી ગયો છે. તે 24 કલાક પરિવારની દેખરેખ હેઠળ રહે છે. તે માત્ર આઈ ગેઝ કમ્પ્યુટરના સહારે કમ્યુનિકેટ કરી શકે છે.

છેલ્લાં આઠ વર્ષોથી શાંતેલ તેના માતા-પિતાના ડાઈનિંગ રૂમમાં રહે છે. રિપોર્ટ્સ પ્રમાણે, તે યુટ્યૂબ વીડિયો જોઈને ગીત ગાવાની કોશિશ કરે છે અને ફેસના એક્સપ્રેશન દ્વારા ડાન્સ કરવાની કોશિશ કરે છે. મોડલના પરિવારને લાંબા સમયની લડાઈ પછી મળેલા આ પરિણામથી તેઓ ખુશ જોવા મળી રહ્યા છે. મતલબ કે પીનટની એલર્જી રિએક્શનમાં ખંજવાળ અને નાકમાંથી પાણી નીકળવું જેવી વસ્તુઓ સામેલ છે. જોકે તેના લીધે એનાફાયલેક્સિસની સંભાવના પણ વધી જાય છે. તેનાથી તમારું બ્લડ પ્રેશર ઓછું થઈ શકે છે અને જીભ પર સોજો આવી શકે છે અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp