દુનિયાની સૌથી મોંઘી વસ્તુઃ 1 ગ્રામ ખરીદવા ખર્ચવા પડશે 1.82 લાખ કરોડ

PC: gqitalia.it

વિશ્વમાં સૌથી મોંઘું શું છે? આ સવાલનો જવાબ જાણવા માટે કરોડો લોકોએ Google પર સર્ચ કર્યું છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે સોનું-ચાંદી કે પછી હિરો નહીં પરંતુ એન્ટીમેટર છે વિશ્વમાં સૌથી મોંઘું. તેની કિંમત 1.80 લાખ કરોડ રૂપિયા પ્રતિ ગ્રામ છે.

વિકીપીડિયા પરથી મળતી જાણકારી અનુસાર, એન્ટીમેટર એક પદાર્થ જેવો જ છે, પરંતુ તેનાં એટમની અંદરની દરેક વસ્તુ અલગ છે. એટમમાં સામાન્ય રીતે પોઝીટિવ ચાર્જવાળાં ન્યુક્લિયસ અને નેગેટિવ ચાર્જવાળાં ઈલેક્ટ્રોન્સ હોય છે, પરંતુ એન્ટીમેટર એટમમાં નેગેટિવ ચાર્જવાળાં ન્યૂક્લિયસ અને પોઝીટિવ ચાર્જવાળાં ઈલેક્ટ્રોન્સ હોય છે. આ એક પ્રકારનું ઈંધણ છે, જેનો અંતરિક્ષયાન અને વિમાનોમાં ઉપયોગ કરવામાં આવે છે.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે, સૈદ્ધાંતિક રીતે આશરે અડધો કિલો એન્ટીમેટરમાં દુનિયાનો સૌથી મોટો હાઈડ્રોડન બોમ્બ કરતાં પણ વધુ વિધ્વંસક તાકાત હોય છે. જોકે, તેમાંથી ઉપયોગી ઉર્જા મેળવવા માટે વધુ રૂપિયાની જરૂર પડે છે. નાસાનાં એક રિપોર્ટ અનુસાર, હાલ 1 મિલીગ્રામ એન્ટીમેટર બનાવવા માટે 2500 કરોડ ડૉલર એટલે કે 1.82 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડે. તેનો ઉપયોગ હોસ્પિટલો તેમજ રેડિયોલોજી અણુઓને પોઝિટ્રાન એમિશન ટોમોગ્રાફીનાં રૂપમાં મેડિલક ઈમેજિંગમાં પણ હોય છે. તેનો ઉપયોગ, પરમાણુ હથિયારોમાં પણ કરવામાં આવે છે.

એન્ટીમેટરની શોધ 20મી સદીમાં થઈ હતી. તે અંતરિક્ષમાં જ નાના-નાના ટુકડાંઓમાં રહેલું છે. જે રીતે તમામ ભૌતિક વસ્તુઓ મેટર એટલે કે પદાર્થથી બને છે અને મેટરમાં પ્રોટોન, ઈલેક્ટ્રોન અને ન્યૂટ્રોન હોય છે, એ જ રીતે એન્ટીમેટરમાં એન્ટીપ્રોટોન, પ્રોસિટ્રોન્સ અને એન્ટીન્યૂટ્રોન હોય છે. એન્ટીમેટર બનાવવા માટે લેબમાં વૈજ્ઞાનિકો તેને અન્ય પદાર્થ સાથે ભેળવી થોડું રિફાઈન કરે છે. જેથી તેનો ઉપયોગ ઈંધણનાં રૂપમાં થઈ શકે. અંતરિક્ષયાન અને પરમાણુ હથિયારો માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. રોકેટ લોન્ચરમાં પણ તે ઉપયોગી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp