સાઇકલ ખરીદી, દીકરા સાથે પૂજા કરી, IFSએ વીડિયો શેર કરી કહ્યું- નવી મર્સિડીઝ...

PC: ndtv.in

સોશિયલ મીડિયા પર ઘણી વખત એવા વીડિયો જોવા મળે છે કે, જે આપણું દિલ જીતી લેતા હોય છે અથવા તો તેને જોઇને આપણા હોંશ ઉડી જતા હોય છે અને ઘણી વખત એવા વીડિયોને જોઇને આપણે ઇમોશનલ પણ થઇ જતા હોઇએ છીએ, કારણ કે એવા વીડિયો આપણા હ્રદયને સ્પર્શ કરતા હોય છે. એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જે દરેકનું દિલ જીતી રહ્યો છે. વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે, એક વ્યક્તિ એક જુની પુરાણી સાઇકલ ખરીદીને ઘરે લાવે છે અને તેના ઘરના સદસ્યો એટલા ખુશ થઇ જાય છે કે જાણે કોઇ મોંઘી કાર ખરીદી લીધી હોય.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઇ શકો છો કે, એક વ્યક્તિના ઘરની બહાર એક સાઇકલ ઉભી છે અને તે તેના દીકરા સાથે મળીને સાઇકલની પૂજા કરી રહ્યો છે અને સાઇકલને ફૂલોની માળા પહેરાવી રહ્યો છે. સાઇકલને જોતા જ તે જૂની હોય એવુ લાગી રહ્યું છે. સાઇકલ પાસે તેનો દીકરો પણ ઉભો છે. વીડિયોમાં તે વ્યક્તિ અને તેનો દીકરો સાઇકલને હાથ જોડતા નજરે પડે છે. તે દરમિયાન તેના દિકરા અને તેના ચહેરા પર નિખાલસ સ્મિત જોવા મળી રહ્યું છે અને તે બંનેના ચહેરા પર ખુશીનો પાર નથી રહેતો.

તેમને એટલી ખુશી થાય છે કે જાણે એ લોકોએ કોઇ મોંઘી લક્ઝરી કાર ખરીદી હોય. આ વીડિયોમાં એ પણ જોઇ શકાય છે કે, આ પરિવારના જીવનમાં તેમના જીવન પ્રત્યે કેટલો સંતોષ છે.

આ વીડિયોને એક IFS અધિકારી સુશાંત નંદાએ પોતાના ટ્વીટર હેન્ડલ પર પોસ્ટ કરી છે. વીડિયો પોસ્ટ કર્યાની સાથે તેમણે એક કેપ્શન પણ લખ્યું છે કે, ‘આ ફક્ત એક સેકન્ડ હેન્ડ સાઇકલ જ છે, પરંતુ તેમના ચહેરા પરની ખુશી જુઓ. તેમની અભિવ્યક્તિ કહે છે કે, જાણે તેમણે મર્સિડીઝ બેન્ઝ કાર ખરીદી હોય.’ આ વીડિયોએ લોકોનું દીલ જીતી લીધુ છે. વીડિયોને અત્યાર સુધી 3 લાખથી પણ વધુ વખત જોવાયો છે અને આ વીડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ વીડિયોને જોઇને સોશિયલ મીડિયા યુઝર્સે કમેન્ટ સેક્શનમાં ધમાલ મચાવી છે અને આ વીડિયો સેંકડો વખત યુઝર્સ દ્વારા શેર પણ થઇ ચૂક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp