વરમાળામા વરરાજો લગ્નમાં બેભાન થયો, વધુએ માથે હાથ ફેરવ્યો અને વીગ નીકળી ગઈ પછી...

PC: khabarchhe.com

ઉન્નાવમાં એક દુલ્હને લગ્ન મંડપે પહોંચેલી જાન પાછી મોકલી દીદી. દુલ્હનને હાર પહેરાવતી વખત ખબર પડી કે, વરના વાળ નકલી છે. છોકરીએ લગ્ન માટે ના પાડી દેતા જાનને પાછી ફરવા માટે કહી દીધુ. વરરાજા વાળને લઇને વાત એટલી આગળ વધી ગઇ કે, પોલીસ બોલાવવી પડી હતી. પોલીસે મથામણ બાદ છોકરીવાળાને પોલીસે શાંત પાડ્યા અને જાનને પાછી મોકલી દીધા.

આ ઘટના ઉન્નાવના સફીપુરની છે. અહીં શુક્રવારે રાતે દિલ્હીથી જાન આવી હતી. કન્યા પક્ષે જાનનું શાનદાર સ્વાગત કર્યું હતું. ધામધૂમથી જાન છોકરીના દ્વારે પહોંચી હતી. પછી ત્યાં હાર પહેરાવવાનો કાર્યક્રમની શરૂઆત થઇ. રાતે લગભગ 10 વાગે વરરાજા પંકજ અને દુલ્હન સ્ટેજ પર પહોંચ્યા. બંનેએ એકબીજાને હાર પહેરાવ્યા. સ્ટેજ ગોળ ફરી રહ્યો હતો. થોડી વાર પછી બંને સ્ટેજ પરથી ઉતરી રહ્યા હતા. ત્યારે વરરાજા પંકજ બેભાન થઇને નીચે પડી ગયો.

વરરાજાના બેભાન થઇ જવાથી ત્યાં હાહાકાર મચી ગયો. તાત્કાલિક જ બંને પક્ષના લોકોએ તેને ઉભો કર્યો અને સોફા પર સૂવડાવ્યો. તેના ચહેરા પર પાણી છાટ્યુ. દુલ્હન પણ ત્યાં ઉભી હતી. એ પણ ડરી ગઇ હતી. તેણે વરરાજાના માથા પર હાથ ફેરવ્યો તો તેના માથા પરની વિગ નીકળી ગઇ. બસ, પછી ત્યાંથી આખી વાત બગડવા લાગી. પોતાના થનાર પતિને ટકલો જોઇને દુલ્હન ખૂબ ગુસ્સે ભરાઇ. તે જોર જોરથી બોલવા લાગી અને તેણે લગ્ન કરવા માટે ના પાડી દીધી.

છોકરીના પરિવારના લોકોએ પણ પહેલી વખત વરરાજાને વિગ વગર જોયો તો તેઓ પણ ચોંકી ગયા. દુલ્હને લગ્ન માટે ના પાડતાની સાથે જ બંને પક્ષના લોકો આમને સામને આવી ગયા. બંને પક્ષના લોકોએ દુલ્હનને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પણ તે લગ્ન કરવા માટે ના જ પાડી રહી હતી. છોકરીના પિતાએ વરરાજાના પિતા અશોક કુમાર પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો અને લગ્ન માટે ઇનકાર કરી જાનૈયાઓને બંધક બનાવી લીધા.

વાત એટલી વધી ગઇ કે, પોલીસને વાતની ખબર પડી. પોલીસ સમયસર ત્યાં પહોંચી. પરિયર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ રામજીત યાદવ ગેસ્ટ હાઉસ પહોંચ્યા. બંને પક્ષના લોકોને સમજાવી તેમને શાંત કરાવ્યા. વરરાજા પંકજ લગ્ન કર્યા વગર જ જાન લઇને પાછો ફરી ગયો. તે લિલ્હીમાં નોકરી કરતો હતો અને દુલ્હન પ્રાઇવેટ કોલેજમાં શિક્ષકની નોકરી કરી રહી છે. વર પક્ષના લોકોએ છોકરીવાળાઓને 5 લાખ 60 હજાર રૂપિયા પણ આપ્યા. ત્યારબાદ બંને પક્ષોમાં સમાધાન થયું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp