ઓસ્ટ્રિયામાં આ ગામનું નામ સાંભળીને ચોંકી જશો, બદનામીને કારણે હવે બદલાશે નામ

PC: aajtak.in

જો તમારા ગામ અને શહેરનું નામ સામાજિક રીતે માન્ય કોઈ આપત્તિજનક શબ્દ પર હોય તો તમને તે નામ કહેવા અથવા બોલવામાં ચોક્કસથી શરમ આવશે. ઓસ્ટ્રિયામાં એક એવું જ ગામ છે, જેના લોકોને તેમના ગામનું નામ બોલવામાં બેઈજ્જતી મહેસૂસ થાય છે કારણ કે ગામનું નામ F***ing છે. હવે આ ગામના કાઉન્સિલે તેનું નામ બદલવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. થોડાંક દિવસોમાં આ ગામને ફગિંગ(Fugging)ના નામથી ઓળખવામાં આવશે.

મેયર આંદ્રિયા હોલ્જનરે કહ્યું છે કે યુરોપીય અથવા અન્ય દેશઓના પર્યટકોને જ્યારે આ ગામના નામ અંગે ખબર પડતી હતી તો તેઓ આ ગામની સીમા પર લગાવેલા સાઈન બોર્ડ પાસે આવીને ફોટો ખેંચાવતા હતા. તેના પછી સોશિયલ મીડિયા પર નાખતા હતા. તેનાથી આ ગામની બદનામી થઈ રહી હતી. આથી તેનું નામ બદલીને ફગીંગ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 1 જાન્યુઆરી 2021થી ઓસ્ટ્રિયાના આ ગામનું નામ F***ingથી બદલીને Fugging થઈ જશે.

જર્મનીની મીડિયા કંપની ડાયચે વેલેના કહેવા પ્રમાણે, અપર ઓસ્ટ્રિયાના ઈન્વર્ટેબલ વિસ્તારના ટોર્સડોર્ફ મ્યુનિસિપાલિટીમાં ફકીંગ ગામ આવે છે. તે સાલ્ઝબર્ગથી 33 કિલોમીટર દૂર છે. આ જર્મનીની સીમા પર સ્થિત છે. આ ગામમાં પર્યટકોનું આવવાનું વર્ષ 2005 પછી વધ્યું છે. પર્યટક તેના સાઈન બોર્ડની નીચે ફોટા પડાવતા હતા અને સોશિયલ મીડિયા પર શેર કરતા તે વાયરલ થઈ ગયા હતા. કેટલાંક લોકોએ તો સાઈન બોર્ડ પણ ચોરી કરી લીધા હતા. વર્ષ 2020ની ગણના પ્રમાણે F***ing ગામમાં માત્ર 106 લોકો રહે છે અને તેમાં 32 ઘરો છે. માનવામાં આવી રહ્યું છે કે આ ગામની સ્થાપના 6ઠ્ઠી સદીમાં બેવેરિયન સમુદાયના એક વ્યક્તિ ફોકોએ કરી હતી. તે સમયે ઓસ્ટ્રિયાના આ વિસ્તારોમાં ઓસ્ટ્રોગોથ્સ સામ્રાજ્યનું રાજ હતું. પહેલી વખત આ ગામના નામનો દસ્તાવેજ વર્ષ 1070માં કરવામાં આવ્યો હતો.

શરૂઆતમાં તેનું નામે લેટિનમાં રાખવામાં આવ્યું હતું. તે સમયે તેનું નામ એડેલપર્ટ્સ ડે ફસિંનજિન હતું. ધીમે ધીમે લોકોએ નામ બદલવાનું શરૂ કરી દીધું હતું. વર્ષ 1303માં તેનું નામ ફકચિંગ થઈ ગયું. 1532માં ફગખિંગ થયું હતું અને 18મી સદીમાં આવતા આવતા લોકોએ F***ing કહેવા લાગ્યા. ઘણી વખત બસો ભરીને લોકો અહીં માત્ર તેનું સાઈન બોર્ડ અને ગામને જોવા માટે આવતા હતા. છેલ્લા દોઢ દશકથી આ ગામમાં માત્ર તેના નામનું સાઈન બોર્ડ ચોરી કરવાનો અપરાધ રેકોર્ડ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp