બિકીનીમાં ખેતી કરવા જાય છે આ મહિલા ખેડૂત, બોલી-જે મરજી તે પહેરું

PC: anandabazar.com

કોને શું પહેરવું જોઇએ, તે પહેરનારા નક્કી કરશે કે સમાજ? આ સવાલ વર્ષોથી ઊઠતો રહ્યો છે. હવે આ જ સવાલ એક મહિલા ખેડૂતને લઇને ઉઠી રહ્યો છે. ખાસ વાત એ છે કે આ કોઇ સામાન્ય મહિલા નહીં, પરંતુ બિકીની પહેરીને ખેતી કરનારી ખેડૂત છે. એક મહિલા સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી ગઇ છે જે પોતાના અકાઉન્ટ્સથી સતત ખેતી કરતી તસવીર શેર કરે છે. ખેતી કરતી ઘણી તસવીરમાં મહિલા બિકીની પહેરીને નજરે પડે છે, જેના કારણે કેટલાક લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે, પરંતુ મહિલા ખેડૂતે ટ્રોલ પર પલટવાર કર્યો છે.

તેણે કહ્યું કે, તેની જેવી મરજી હોય, તે એવા કપડાં પહેરશે. મહિલા પોતાને ધ બિકીની ફાર્મર કહે છે. તેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ચૂક્યા છે. તે પોતાના વીડિયોઝમાં રોજ જિંદગી સાથે જોડાયેલી વસ્તુઓ શેર કરે છે. તો ટિકટોક પર @the_fancy_farmer યુઝરનેમથી પોતાના વીડિયોઝ શેર કરે છે. એક વીડિયોમાં તે કળા રંગની બિકીની પહેરીને ઘોડા સાથે નજરે પડી રહી છે. આ વીડિયોના કમેન્ટ સેક્શનમાં એક વ્યક્તિએ લખ્યું કે, તું આખો દિવસ ખેતરમાં બિકીની પહેરીને જ વિતાવે છે?

બીજા વ્યક્તિએ લખ્યું કે, તું એટલા ઉશ્કેરણીજનક કપડાં કેમ પહેરે છે? પરંતુ મહિલા ખેડૂતે આ બધા ટ્રોલને જવાબ આપતા કહ્યું કે, મને લાગે છે કે છોકરીઓએ પોતાની ઇચ્છાનુસાર કપડાં પહેરવા જોઇએ. આ વાતથી કોઇ ફેર પડવો ન જોઇએ કે બીજા તેમને કઇ રીતે જુએ છે. મહિલા ખેડૂતે એક વીડિયોમાં કહ્યું કે, જ્યાં સુધી તે ઘરથી બહાર નહીં નીકળે, બ્રા નહીં પહેરે. એ વાત પર તમે લોકો શું વિચારો છો? વીડિયોમાં તે કહે છે કે પોતાનાઆ જૂના સમયમાં ફરવું જોઇએ. બિકીની ફાર્મર મહિલાએ ટિકટોક પર ‘નો બ્રા’ કેમ્પેન પણ ચલાવી ચૂકી છે. કેટલાક યુઝર્સે તેના ‘નો બ્રા’ આઇડીયાને સપોર્ટ કર્યો તો કેટલાકે નિંદા કરી.

આ મહિલા ખેડૂત જ્યારે પણ પોતાની કોઇ તસવીર સોશિયલ મીડિયા પર નાખે છે તો તેમાં લાખો લોકો કમેન્ટ કરીને બિકીની પહેરવાનું કારણ પૂછે છે. કોઇ કહે છે આટલા ઉશ્કેરણીજનક કપડાં કેમ પહેરે છે, તો કોઇ મહિલા પાસે તેની પાછળનું કારણ જાણવા માગે છે. મહિલા ખેડૂતની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે, તેના ફેન્સ ખૂબ લાઇક અને શેર કરે છે. થોડી જ વારમાં કમેન્ટ્સ આવવાની શરૂઆત થઇ જાય છે. જોત જોતમાં હજારો લાઇક થોડા કલાકોમાં મળી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp