પાયલટ પરિવાર: દાદાથી લઈને માતા-પિતા અને તેમના બાળકો પણ ઉડાડે છે પ્લેન!

PC: hindustantimes.com

વિમાન ચલાવવા જેવા કામમાં આમ પણ ઓછા લોકો હોય છે અને એમાં પણ જેમની આવનારી પેઢીઓ પણ આ જ કામ કરે તેવા પરિવાર તો ભાગ્યે જ જોવા મળે! જોકે દિલ્હીનો ભસીન પરિવાર એવો છે જે આ પ્રોફેશનમાં પોતાની કારકિર્દી બનાવી રહ્યો છે! દિલ્હીના ભસીન પરિવારને 3 પેઢીઓથી વિમાન ઉડાડવાનું ગૌરવ હાંસલ થયું છે. આ પરિવારના 5 સદસ્યો (પહેલા દાદા, પછી માતા-પિતા અને હવે બંને બાળકો) 100 વર્ષથી પ્લેન ચલાવી રહ્યાં છે.

આ પરિવારના દાદા અને અગ્રણી એવા કેપ્ટન જયદેવ ભસીન દેશના એ 7 પાયલટસમાંના એક હતાં જેઓ 1954માં કમાન્ડર બન્યા હતાં. તેમની વહુ નિવેદિતા જૈન અને તેમના પતિ કેપ્ટન રોહિત ભસીનને આજે બે યુવા કમાન્ડર્સ- રોહન તેમજ નિહારિકા ભસીનના માતા-પિતા હોવાનો ગર્વ છે.

એવા ઘણાં પરિવાર હોય છે જે પોતાના પારિવારિક પ્રોફેશનને જ અનુસરે છે અને આવનારી પેઢીઓ પણ એ જ કામમાં લાગે છે. બિઝનેસ, વકીલાત, ડૉકટર એવા કેટલાંક પ્રોફેશન છે જેમાં ઘણી વખત પરિવારના મોટા ભાગના લોકો હોય એવું બને. પરંતુ વિમાન ચલાવવાના કામમાં પરિવાર હોય તેવું ભાગ્યે જ જોવા મળે. દિલ્હીનો ભસીન પરિવાર એવો છે જે આ જ પ્રોફેશનમાં આગળ વધી રહ્યું છે. આ પરિવારના 5 સદસ્ય છેલ્લા 100 વર્ષોથી વિમાન ઉડાડી રહ્યાં છે.

ચમકદાર સફેદ શર્ટ, ઉંચી ટોપી, ફ્લાઈટ બેગ, ખભા પર ચાર પટ્ટી અને આકાશમાં ઉડવાનું જૂનુન.. આ બધું ભસીન પરિવારની 3 પેઢીઓની જાણે કે ઓળખ બની ગયું છે. આ પરિવારના પાંચ સદસ્યોને આકાશમાં ઉડવાનો બહોળો અનુભવ છે. 54 વર્ષીય નિવેદિતા માત્ર 20 વર્ષની હતી જ્યારે તેમની પાયલટ તરીકે પસંદગી કરવામાં આવી. 26 વર્ષની નાની વયે જ તેમને બોઇંગ 737ની કમાન સંભાળી અને તેઓ દુનિયાની જેટ વિમાનની સૌથી નાની ઉંમરની મહિલા કેપ્ટન બની.

દીકરી નિહારિકા (26) કહે છે,

"જ્યારે મમ્મી કામ પર જવા તૈયાર થતી હતી, ત્યારે હું તેમને જોયા કરતી અને એક દિવસ હું પણ એવી જ રીતે ડ્રેસ પહેરીને તૈયાર થવા માગતી હતી."
નિહારિકાએ પોતાના જીવનસાથી તરીકે પણ એક પાયલટ પર જ પસંદગી ઉતારી છે. તેમના પિતાના કહેવા પ્રમાણે,

"અમે સૌ મહિનામાં માત્ર 5-6 દિવસો સાથે વિતાવી શકીએ છીએ."
બાળકોને એક્સ્ટ્રા ફયૂલ રાખવા તેમજ ખરાબ વાતાવરણમાં લેન્ડ ન કરવાની સલાહ પણ તેઓ આપે છે. આજ સુધી ભસીન દંપત્તિ એકસાથે ઉડાન નથી ભરી શક્યું પરંતુ પિતા-પુત્ર અત્યાર સુધી ઓછામાં ઓછી 10 વખત એકસાથે પ્લેન ઉડાવી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp