ગર્લફ્રેન્ડના વાળમાંથી 'જૂ' કાઢતો હતો યુવક, લોકોએ છોકરીને કહ્યુ- તરત લગ્ન કરી લે

PC: ndtv.com

પ્રેમ આંધળો હોય છે અને પ્રેમમાં વ્યક્તિ કોઈ પણ હદ પાર કરી જાય છે. આ વાત આપણે હંમેશાં સાંભળી છે અને આજુબાજુમાં કદાચ જોઈ પણ હશે. આ વાત કેટલાંક અંશે સાચી પણ છે કારણ કે પ્રેમમાં વ્યક્તિ અજીબોગરીબ હરકતો પણ કરે છે, આ વાતનો સબૂત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયો દ્વારા મળે છે. આ વીડિયોમાં ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડનો છે. આ વીડિયોમાં દેખાય છે કે તેઓ નદી કિનારે એક શાંત જગ્યાએ બેઠેલા છે અને યુવક પોતાની ગર્લફ્રેન્ડના વાળમાંથી જૂન કાઢતો દેખાઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ઘણો ઝડપથી વાયરલ થયેલો રહેલો જોવા મળ્યો છે.

 
 
 
View this post on Instagram

A post shared by memes comedy (@ghantaa)

દરેક જણ આ વીડિયોને જોઈને હેરાન છે અને લોકો તેની મજા પણ એટલી જ માણી રહ્યા છે. વાયરલ થયેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરો અને છોકરી નદી કિનારે બેઠેલા જોવા મળી રહ્યા છે. તેમને જોઈને ક્લિયર લાગી રહ્યું છે કે તેઓ ગર્લફ્રેનડ-બોયફ્રેન્ડ જ છે. વીડિયોને તમે ધ્યાનથી જોશો તો છોકરો છોકરીના માથામાંથી જૂ કાઢી રહ્યો છે. તે આ કામને ઘણું ધ્યાનથી કરી રહ્યો છે અને છોકરી પણ ચૂપચાપ બેઠેલી જોવા મળે છે.

આ વીડિયો હવે સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોની ઘણી મજા ઉઠાવી રહ્યા છે. આ વીડિયોને ghantaa નામના અકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોને એક લાખથી વધારે લાઈક્સ મળી ચૂક્યા છે. લોકો વીડિયો પર બરાબરની મજેદાર કોમેન્ટ્સ કરી રહ્યા છે.

એક યુઝરે લખ્યું છે-જુ શોધતો આશિક, બીજાએ લખ્યું- આટલો કેરિંગ બોયફ્રેન્ડ મને પણ જોઈએ છે. અન્ય એક યુઝરે લખ્યું છે- આ બંનેને જોઈને મને બંદર અને બંદરિયાની યાદ આવી ગઈ.

અન્ય એક વ્યક્તિએ લખ્યું છે- આ વીડિયો જોઈને હું મારું હસવું કન્ટ્રોલ કરી શકતો નથી. આ સિવાય એક યુવતીએ કહ્યું- છોકરીએ તુરંત આ છોકરા સાથે લગ્ન કરી લેવા જોઈએ. આ સિવાય ઘણા યુઝરે તેમની પ્રતિક્રિયા આપેલી જોવા મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp