દુલ્હને પહેર્યો 7 કિમી લાંબો વેડિંગ ડ્રેસ, ફોટો જોઈને લોકો રહી ગયા હેરાન

PC: aajtak.in

સાયપ્રસમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક દુલ્હને પોતાના લગ્નના દિવસે જ વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો. દુલ્હને લગ્ન દરમિયાન એક એવો ડ્રેસ પહેર્યો હતો, જેનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ગયું છે. આ 7 કિમી લાંબો ડ્રેસ હતો. અસલમાં ડ્રેસની સાથે મહિલાનો એક વીડિયો ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

મારિયા પરસ્કેવા નામની આ મહિલાએ પોતાના લગ્ન વખતે આશરે 7 કિમી લાંબો ડ્રેસ પહેર્યો હતો. ડ્રેસને મેદાનના એક બાજુ થી લઈને બીજા કોર્નર સુધી બીછાવવામાં આવ્યો હતો. મારિયાએ પોતાના એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે, બાળપણથી મારું એક સપનું હતું કે હું આટલો લાંબો વેડિંગ વેઈલ પહેરીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવું.

મારિયાએ કહ્યું હતું કે તેના આ લગ્નના વેઈલને સરખી રીતે ગોઠવવામાં આશરે 6 કલાકનો સમય લાગ્યો હતો અને આ દરમિયાન 30 વોલેન્ટિયર્સ પણ હાજર રહ્યા હતા. ઈન્સ્ટાગ્રામ પેજ પર આ વીડિયોને શેર કર્યા પછી તે ગણતરીના કલાકોમાં વાયરલ થઈ ગયો છે. સોશિયલ મીડિયા પર લોકો આ જોઈને હેરાન રહી ગયા છે જ્યારે અમુક લોકો મિક્સ પ્રતિભાવ આપી રહ્યા છે. કેટલાંક લોકોએ તેની સરાહના કરી તો કેટલાંક લોકો માત્ર રેકોર્ડ બનાવવા માટે કર્યું હોવાનું કહી રહ્યા હતા.

જણાવી દઈએ કે પશ્ચિમી દેશો સહિત દુનિયાભરના ઘણા દેશોમાં લગ્નમાં દુલ્હન સફેદ કલરનો ડ્રેસ પહેરે છે અટલું જ નહીં પરંતુ આ ડ્રેસ ઘણો લાંબો પણ હોય છે અને મારિયા પરસ્કેવાએ પણ પોતાના લગ્નમાં એવું જ કર્યું પરંતુ તે એક રેકોર્ડ બની ગયો. તો ચાલો જોઈ લો તે અંગેનો વાયરલ વીડિયો.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp