એક વર્ષમાં 23 બાળકોનો 'બાપ' બની ગયો આ યુવક, મહિલાઓએ કરી આ મોટી સ્પષ્ટતા

PC: aajtak.in

આમ તો દુનિયામાં ઘણી અસાધારણ ઘટના બનતી હોય છે. પણ ક્યારેય એક જ વર્ષમાં કોઈ યુવાન 23 બાળકોનો પિતા બની ગયો હોય એવું સાંભળ્યું છે ખરા? ચોંકી જવાયું ને? પણ જેવું વિચારીએ છીએ એવું કંઈ નથી. હકીકતમાં આ યુવાને શરૂઆતમાં પોતાના શોખ ખાતર સ્પર્મ ડોનેટ કર્યા હતા. ત્યાર બાદ તે 'વિક્કી ડોનર'ની જેમ ફૂલ ટાઈમ ડોનર બની ગયો હતો.

ઓસ્ટ્રેલિયામાંથી આ ઘટના બની છે. આ યુવાનનું નામ એલન ફાન છે. જે સ્પર્મ ડોનેટ કરવા માટે ખૂબ ચર્ચામાં રહ્યો છે. યુવકે એવું પણ કહ્યું કે, કાઠી અને સ્પર્મ મજબુત હોવાને કારણે મહિલાઓ એને પંસદ કરી રહી છે. રિપોર્ટ અનુસાર એલન ખુદ બે બાળકોનો પિતા છે. પણ તેણે ખાનગી રીતે આશરે 23 બાળકો પેદા કર્યા છે. તે રજીસ્ટર્ડ ફર્ટિલિટી સેન્ટરમાં પણ સ્પર્મ ડોનેટ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના બ્રિસબેન શહેરમાં રહેતા 40 વર્ષના એલનની સામે હવે ફરિયાદ થઈ છે અને તપાસ કરવામાં આવી રહી છે. કેટલાક ફર્ટિલિટી ક્લિનિકે એલન અંગે ફરિયાદ કરી હતી. તેના પર આરોપ છે કે તેણે માન્યતા પ્રાપ્ત ક્લિનિક સિવાય પણ અન્ય જગ્યાએ વીર્યદાન કર્યું છે અને નક્કી કરેલી મર્યાદા કરતા વધારે બાળકો પેદા કર્યા છે. ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયાના કાયદા અંતર્ગત એક પુરૂષ માત્ર 10 પરિવાર બનાવી શકે છે. જ્યારે એલન કહે છે કે, મહિલાઓને ના પાડવી એ ખૂબ મુશ્કેલી ભર્યું કામ છે. આ કારણે તેણે એક જ દિવસમાં ત્રણ મહિલાઓને વીર્યદાન કર્યું છે.

તેણે એવું પણ જણાવ્યું કે, મને ખ્યાલ છે કે, હું મારી મર્યાદા સુધી પહોંચી ગયો છું પણ મારા સ્પર્મની ડિમાન્ડ ખૂબ જ છે. જ્યારે આ કામ મેં શરૂ કર્યું ત્યારે મેં માત્ર નવ વખત ડોનેટ કર્યું હતું. છતાં આ કામ ચાલું રાખ્યું. મને મારી મર્યાદા ખબર છે. પણ હું શક્ય એટલી મદદ કરીશ. જેથી બીજો પરિવાર પણ બની શકે. પણ આ કારણે કેટલાક ફર્ટિલિટી સેન્ટરવાળા વાંધો ઊઠાવી રહ્યા છે. એલન દરરોજ જીમમાં જઈને કસરત કરે છે અને વિટામીન મળી રહે એ માટે હેલ્ધી ફૂડ લે છે. જેની અસર એના સ્પર્મ પર સારી થાય છે. તે ઓસ્ટ્રેલિયામાં સ્પર્મ ડોનેશન માટે ચાલતા ગ્રૂપમાંથી પણ ડોનેટ કરી ચૂક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp