જયપુરની હોટેલમાં સુરતના ઉદ્યોગપતિની પુત્રીના લગ્ન વખતે બિલ્ડરે નશામાં ગાળો ભાંડી

PC: https://www.deccanherald.com

(હરેશ ભટ્ટ) સુરતના અશ્વનીકુમાર રોડ પર રહેતા એક અગ્રણી ઉદ્યોગપતિએ પોતાની પુત્રીના લગ્નનું આયોજન જયપુરની એક હોટલમાં કર્યું હતું. જેમાં આમંત્રણને માન આપી સુરતના અનેક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ, બિલ્ડરો વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાત્રિના સમયે એક કહેવાતા બિલ્ડરે દારૂના નશામાં ચૂર થઈ અન્ય એક અગ્રણી ઉદ્યોગપતિને જમીનની એક મેટરને કેન્દ્રમાં રાખી ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું. એ સાથે જ ત્યાં ઉપસ્થિત સૌ સ્તબ્ધ બની ગયા હતા. અગ્રણીઓએ વચ્ચે મળી મામલો થાળે પાડ્યો  હતો. થોડા સમય માટે લગ્નનો આનંદ ચિંતામાં ફેરવાઈ ગયો હતો.

પૂર્વ કોર્પોરેટરના પરિવારમાં દીકરીના લગ્નનો પ્રસંગ હતો. જેમાં શહેરના ટોંચના કહી શકાય તેવા આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. દસેક દિવસ પૂર્વે આ લગ્ન પ્રસંગ રાજસ્થાનના જયપુરની એક વૈભવી હોટલમાં યોજાયો હતો. જેમાં હીરા અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા એક મોટા ગજાના ઉદ્યોગપતિ પણ હાજર હતા અને મોટા વરાછા વિસ્તારમાં કાર્યક્ષત્ર ધરાવતા એક કહેવાતા બિલ્ડર પણ હાજર હતા.

આ બિલ્ડરે દારૂનો નશો એટલી હદે કરી લીધો કે તેણે અગ્રણી ઉદ્યોગપતિને ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું. જમીનના કોઈ મામલે આ બન્ને વચ્ચે ખટરાગ થયો હતો. અગાઉ પણ ગાળાગાળી થઈ ચૂકી હતી. લગ્ન પ્રસંગનો આનંદ સૌ માણી રહ્યા હતા તેવા વખતે આ કહેવાતા બિલ્ડરે ગાળો ભાંડવાનું શરૂ કરતા થોડા સમય માટે વાતાવરણમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. આખરે ત્યાં હાજર અન્ય આગેવાનોએ સમજાવટના અંતે મામલો થાળે પાડ્યો હતો.

જે બિલ્ડરે ગાળાગાળી કરી તેણે ભૂતકાળમાં જુગારની રમતમાં પાટીદાર સમાજના આગેવાન અને હીરા જગતમાં આગવું નામ ધરાવનારા પ્રતિષ્ઠિત માણસના ભાઈનો બંગલો લખાવી લીધો હતો. તો ગાળા ગાળી અને મારા મારી કરવા માટે ટેવાયેલા આ બિલ્ડરનો ભૂતકાળ ખરડાયેલો છે. લગ્ન પ્રસંગમાં તેની આવી હરકતથી સૌ કોઈ તેના પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા થઈ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp