રમકડાની જગ્યાએ સાંપ સાથે રમે છે આ 3 વર્ષની બાળકી

PC: youtube.com

સાપનું નામ સંભળતા જ આપણા રૂંવાડા ઊભા થઇ જાય છે. પરંતુ અમે તમને આજે એક એવી સ્નેક લવરની કહાની કહેવ જઈ રહ્યા છીએ જે રમકડાં રમવાની ઉંમરે સાપથી રમે છે. તમને જણાવી દઇએ કે, આ સ્નેક લવર માત્ર 3 વર્ષીય બાળકીની છે. બિહારના છપરાની રહેવાસી 3 વર્ષીય બાળકી સાપો સાથે મિત્રતા કરે છે એ પણ પાક્કી મિત્રતા. આ બાળકી સાપો સાથે પોતાના મિત્રોની જેમ રમે છે. નગરા વિસ્તારમાં દામોદર ગામમાં રહેતા સંતોષકુમારની દીકરી પ્રિયંકા સાપોને એ રીતે પકડી લે છે, જાણે કોઇ બાળક રમકડાં રમતું હોય.

પ્રિયંકા ઝેરી કોબરાને જ્યારે પોતાના હાથમાં પકડે છે ત્યારે લોકો ડરી જાય છે, પરંતુ સાપ એ બાળકીને કોઇ નુકસાન નથી પહોંચાડતા. પ્રિયંકાના પિતા સંતોષ પણ સાપોને પકડવાનું કામ કરે છે, પરંતુ પ્રિયંકાની અંદર સાપોનો ડર ન હોવો એ એક અલગ જ કહાની કહી રહી છે. પ્રિયંકાના પિતા સંતોષ ઉર્ફ મહાકાલને પણ સાપો સાથે લગાવ છે. કોઇના ઘરમાં સાપ નીકળી આવે તો લોકો સંતોષને જ યાદ કરતા હોય છે અને સંતોષ ત્યાંથી સાપને પકડીને સુરક્ષિત જગ્યાએ છોડી દે છે. એટલું જ નહીં, જો કોઇ બીમાર સાપ મળી જાય તો સંતોષ તેને પોતાની સાથે રાખીને સારવાર પણ કરાવે છે.

મઢોરા પ્રખંડના રામપુર પંચાયતના દામોદરપુર ગામના સંતોષ પ્રસાદને સાપો સાથે ખૂબ જ લગાવ છે. આસપાસના ગામમાં ક્યાંય પણ ઝેરીલા સાપ નીકળે, તો તેને મારવાની જગ્યાએ લોકો મહાકાલને ફોન કરે છે. ખબર મળતા જ સંતોષ ઉર્ફ મહાકાલ એ જગ્યાએ પહોંચીને સાપને પકડી લે છે. એ પકડેલા સાપો સાથે ખૂબ જ પ્રેમ અને સન્માનજનક રીતે વ્યવહાર કરે છે. પહેલા તે સાપને નવડાવે છે અને પછી ઘરે લાવીને બાળકો સાથે દૂધ પીવડાવે છે. એટલું જ નહીં તે સાપને પોતાના ઘરમાં રહેવાની જગ્યા પણ આપે છે. એક-બે દિવસ સુધી એ સાપ તેમના ઘરમાં રહે છે. સાપને સંતોષની વાત માનતા જોઇને લોકો હેરાન થઇ જાય છે. સાપનું ખુરશી પર જઇને શાંતિથી બેસવું, સાથે ચાલવું, દૂધ પીવાથી લઇને સંતોષની દરેક વાત માને છે. સંતોષના જણાવ્યા અનુસાર, તે સાપોમાં મહાકાલના દર્શન કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp