દીકરીના લગ્ન હોવા છતા ચીફ સેક્રેટરીએ લીધી માત્ર એક દિવસની રજા

PC: prokerala.com

VIP લગ્નોમાં જ્યાં પૈસા અને પાવર દેખાડવાનું એક ચલણ નીકળી પડ્યું છે ત્યારે કર્ણાટકના ચીફ સેક્રેટરી ટીએમ વિજય ભાસ્કરે પોતાની દીકરીના લગ્ન સાદગી સાથે કર્યા હતા. દીકરીના લગ્ન હોવા છતાં વિજય ભાસ્કેર શુક્રવારે માત્ર એક દિવસની રજા લીધી હતી.

એટલું જ નહીં, પરંતુ તેમણે લગ્ન સમારંભનું આયોજન કોઇ આલીશાન હોટેલમાં નહીં પરંતુ, વ્યાલિકવલ સ્થિત એક સાધારણ કલ્યાણ મંડપમાં કર્યું હતું. ભાસ્કરની મોટી દીકરી વિશ્રુતિ જે વકીલ છે તેના લગ્ન રવિવારે ગૌતમ કુમાર સાથે થનારા છે. મહિનાના બીજા શનિવારે સરકારી રજા રહે છે, આમ તેમણે લગ્ન માટે કુલ ત્રણ દિવસ ફાળવ્યા હતા.

લગ્ન સમારંભમાં હાજર થનારા મહેમાનોને નિવેદન કરવામાં આવ્યું હતું કે, મોંઘા બુકે અને ભેટ ન લાવે. વિજય ભાસ્કરે કહ્યું કે , હું, મારો પરિવાર અને મારી દીકરી ઘણાં સામાન્ય લોકો છીએ. અમે બધાં એક સાધારણ લગ્ન સમારંભની ઇચ્છા રાખતા હતા.

પોતાની દીકરી લગ્નમાં પણ લાંબી રજા લેવાનું ટાળનારા વિજય ભાસ્કરે કહ્યું કે, મારી પત્ની રૂક્મણી દરેક વસ્તુનો ખ્યાલા રાખે છે. હું મારા કામમાં વ્યસ્ત હોવાથી તેમને લગ્નની દરેક જવાબદારી સંભાળી હતી. વિજય ભાસ્કરની દીકરીના લગ્નમાં કર્ણાટકના મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામી અને ડેપ્યુટી CM જી. પરમેશ્વરને આમંત્રિત કરવામાં આવ્યાં છે. લગ્ન રવિવારે યોજાનારા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp