લોકોમાં જાગૃતિ લાવવા માટે પોલીસે પહેરી 'કોરોના હેલમેટ'

PC: indiatimes.com

થોડા દિવસ પહેલા કોરોના વાયરસ જેવા ભજીયાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ સીરીઝમાં હવે કોરોના હેલમેટ આવ્યું છે. લોકોમાં જાગૃતિ માટે ચેન્નઈ પોલીસે કોરોના હેલમેટ પહેરી છે. સોશિયલ મીડિયા પર રોહિત નામના એક યુઝરે આ અંગે એક વીડિયો શેર કર્યો હતો. જેમાં એક પોલીસકર્મીએ હેલમેટ પહેર્યું છે. પણ એ કોઈ સામાન્ય હેલમેટ નથી. તે એક કોરોના હેલમેટ છે. તેનો આકાર કોરોનાના વાયરસ જેવો છે.

ચેન્નઈના એક કલાકારે આ હેલમેટ તૈયાર કર્યું છે. પોલીસ કર્મચારી આ હેલમેટ પહેરીને લોકોજાગૃતિનું કામ કરી રહ્યા છે. પોલીસ કહે છે કે, વાયરસ કોઈ વ્યક્તિને આ રીતે પોતાનો શિકાર બનાવી શકે છે. તેથી ઘરમાં જ બેસી રહેવું જોઈએ. કારણ કે કોરોના વાયરસથી બચવું મુશ્કેલ છે. સમગ્ર દેશમાં પોલીસ લોકડાઉનને લઈને કડક અમલવારી કરી રહી છે. કારણ વગરના આંટાફેરા કરતા લોકોને ફટકારી પણ રહી છે. ચેન્નઈમાં આ હેલમેટની મદદથી પોલીસ જાહેર સ્થળો અને રાશનની દુકાનો પર ભીડ ન કરવા તેમજ ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરી રહી છે. જેથી કોરોનાનો શિકાર વધુ કોઈ લોકો ન બને. પોઝિટિવ કેસની સંખ્યા ન વધે.

 

સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ પોલીસને આ પ્રકારના પ્રયોગ બદલ સન્માન આપવાની વાત પણ કરી હતી. કેટલાક યુઝરે એવું પણ કહ્યું હતું કે, લોકજાગૃતિ માટેનો આ બેસ્ટ પ્રયોગ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp