આ કપલે કર્યું એવું કામ જે જાણીને તમે પણ કરશો તેમને સલામ

PC: tarksangat.com

મહારાષ્ટ્રના નાસિકમાં થયેલા એક લગ્નમાં આવેલા 700 મહેમાનોએ અંગદાન કરવાનો સંકલ્પ લીધો. વર-વધુએ લગ્નની વિધિ પૂરી કરતા અંગદાન કરવાનો સંકલ્પ પણ લીધો. એટલું જ નહીં પરંતુ લગ્નમાં આવેલા લગભગ 60 મહેમાનોએ રક્તદાન પણ કર્યું હતું. વર્ષા પગાર અને સ્વનીલ કોઠાવડેનાં લગ્નમાં ન બેન્ડ હતું કે ન વરઘોડો.

વર્ષા અસિસ્ટન્ટ પ્રોવિડેન્ટ ફંડ કમિશનર છે જ્યારે સ્વનિલ અસિસ્ટન્ટ કમિશનર(આવકવેરા) છે. તે બંને મહારાષ્ટ્રના છે પરંતુ મહારાષ્ટ્રની બહાર પોસ્ટિંગ છે. વર્ષાના કહેવા મુજબ તેના પતિ અને તે બંને અંગદાન કરવા ઇચ્છતા હતા અને આ સંકલ્પ લેવા માટે તેમને લગ્ન સમાંરભ એ સારી તક લાગી. વર્ષાના જણાવ્યા મુજબ આ પગલાંથી લોકોમાં અંગદાન પ્રત્યે જાગૃતતા આવશે. લગ્નના આ શુભ પ્રસંગે લગભગ 700 મહેમાનોએ સાથ આપ્યો અને અંગદાન કરવાનો સંકલ્પ લીધો હતો.

લગ્નના પવિત્ર અવસરે રક્તદાન કરવાની વ્યવસ્થા પણ કરી હતી. રક્તદાન કરાવનાર સંસ્થા મુજબ કુલ 62 બેગ રક્તદાન કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp