રશિયાથી ઘેટા મગાવી પ્રજનન છતાં ફાયદો નહીં, ઘેટા જ ઘટી રહ્યા છે

PC: sheepcentral.com

(દિલીપ પટેલ).ઘેટાંના દૂધમાંથી તૈયાર કરવામાં આવેલા ઘીની લાક્ષણિકતા અને લાંબો સંગ્રહ કરવા માટે સંશોધન કામધેનુ વિશ્વ વિદ્યાલય કરી રહી છે.  દૂધ માટે ડૂમા ઘેટી પાટણવાડી સાથે સંવનનથી બનાવેલી છે.

સ્વદેશી ઘેટાંના આનુવંશિક સુધારણા અને ક્રોસ બ્રીડીંગ દ્વારા ઊનની ગુણવત્તા સુધારવા માટે, હિમાચલ પ્રદેશ સરકારે 240 ઓસ્ટ્રેલિયન મેરિનો જાતના ઘેટાં (40 નર અને 200 માદા) આયાત કર્યા છે.

વિદેશી જર્મપ્લાઝમ ગુજરાતમાં ઘણાં સમયથી થઈ રહ્યું છે. જસદણમાં રશિયન મેરિનો ઘેટાંથી ગુજરાતની ઘેટાની અસલી ઓલાદમાં પ્રજનન કરવામાં આવતું હોવા છતાં ઊન અને ઘેટાનું દૂધનું ઉત્પાદન તો વધતું નથી પણ 10 વર્ષથી ઘેટાંની વસતિ ઘટી રહી છે.

ઓસ્ટ્રેલિયન મેરિનો ઘેટાં વસ્ત્રો માટે ઉપયોગમાં લેવાતી સૌથી નરમ અને શ્રેષ્ઠ ઊન ધરાવે છે. ઊન સ્કોરિંગ માટે આધુનિક પ્લાન્ટ સાથે હિમાચલમાં ઘેટાં દીઠ 1,599 ગ્રામ છે. રામપુર બુશારી જાતિ અને ગદ્દી જાતિના ઘેટા અહીં છે. રાજ્યમાં 7,91,345 ઘેટાં છ.  કૃત્રિમ બીજદાન કરવામાં આવે છે.

વસ્ત્રોના ઉત્પાદન માટે યોગ્ય 21-22 માઇક્રોનનું ઊન જરૂરી છે. ભારતમાં  બકરાં દુનિયામાં સૌથી વધારે 13.5 કરોડ છે. ઘેટાં 6.50 કરોડ છે. ગુજરાતમાં પાટણવાડી, પાંચાલી, મારવાડી, ડુમા, નિલગીરી, નેલ્લોર, મંડ્યા, નાલી, ચોકલા, માલપુરા ઘેટાંની જાતો છે. મોરબી, રાજકોટ, કચ્છમાં ઘેટાંના સંવર્ધન કેન્દ્રો છે.

મેરીનો અને રેમ્બલે જાતોથી ગુજરાતમાં સંવર્ધન કરવામાં આવે છે. ઘેટાં અને ઉન વિકાસ નિગમે રશિયા અને ઓસ્ટ્રેલિયન મેરીનો ઘટાં આયાત કરીને સંવર્ધન કેન્દ્ર પર વ્યાપક રીતે ઉપયોગ કરે છે. મેરીનો અને રેમ્બલે જાતની ઘેટી 4.5થી 5.50 કિલો ઉન આપે છે.

કાર્પેટ, ધાબળા અને કામળા માટે પાટણવાડી અને મારવાડી ઘેટાં પ્રખ્યાત છે. પણ કાપડ બનાવવા ઉન કામ આવતું નથી. સરકારી કેન્દ્રોમાં એક ઘેટાંએ 935થી 1 કિલો સુધી ઉન મળે છે. જી 2 જાતનું ઘેટું 1.160 કિલો ઉન આપે છે. મારવાડી 1.09 કિલો આપે છે.

1390 ગ્રામ ઉન સરેરાશ એક ઘેટાંમાથી મળે છે. 2020-21માં 20.04 લાખ કિલો ઉન પેદા થવાની ધારણા પશુપાલન વિભાગની છે. 2019-20માં 22.33 લાખ કિલો ઉન પેદા થયું હતું.2005-6માં સૌથી વધું 31.23 લાખ કિલો ઉન પેદા થયું હતું. ત્યારથી સતત ઘટાડો થઈ રહ્યો છે.

2020-21માં આગળના 20 વર્ષમાં સૌથી વધું ઘટાડો ઉનના ઉત્પાદનમાં નોંધાયો છે. 2019-20માં 22.33 લાખ કિલો ઉત્પાદન કરતાં 26.86 ટકા ઓછું ઉત્પાદન થયું છે.

2012-13થી 10 વર્ષથી ગુજરાતમાં સતત ઉનનું ઉત્પાદન ઘટી રહ્યું છે. માથાદીઠ 53 ગ્રામ ઉન પેદા થતું હતું. પણ હવે માથાદીઠ 29 ગ્રામ ઉનનું ઉત્પાદન આવીને ઊભું રહ્યું છે.

ઉનના ઉત્પાદનમાં એક નંબર પર કચ્છમાં 7 લાખ કિલો, બીજા નંબર પર જામનગરમાં 2.19 લાખ કિલો, ત્રીજા નંબર પર ભાવનગરમાં 1.70 લાખ કિલો ઉન પેદા થયું છે.

સરકાર આ વર્ષે 22 કરોડ રૂપિયા ઘેટાં અને ઉન માટે ખર્ચ કરવાની છે.80 ટકા માદા ઘેટાં હોય છે. 20 ટકા નર હોય છે.રાજ્યમાં બંદર પરથી વિદેશથી ઉન આયાત કરાય છે.

2012માં 17 લાખ ઘેટા હતા. વધારે કચ્છમાં છે. 2007ની સરખામણીએ 3 લાખ ઘટી ગયા હતા. 2019માં 17.87 લાખ ઘેટાં હતા. 4.66 ટકાનો વધારો થયો છે. જોકે, 1982માં 23.57 લાખ ઘેટાં હતા. વાગડમાં 200 રબારી કુટુંબો દર વર્ષે કુલ 30,000 ઘેટાં સાથે 800 કિલોમીટર હિજરત કરે છે.

કચ્છમાં 6.11 લાખ, જામનગરમાં 2.15 લાખ, ભાવનગરમાં 1.32 લાખ ઘેટાં છે. 10 જિલ્લામાં ઘેટાંની વસતી નથી. કુલ પશુની વસતી સામે ઘેટાં 6.65 ટકા છે.પહેલાં અહીં લોકો સામેથી ઉન ખરીદતા હતા. હવે કોઈ ખરીદ કરતું નથી, ફેંકી દેવું પડે છે. ગુજરાતમાં 4.5 ટકા જમીન ગૌચર અથવા ઘાસના મેદાનો છે. 5 હજાર હેક્ટર ગૌચરમાં દબાણ છે.

ખાસ આર્થિક ક્ષેત્ર - સેઝ માટે 1990 થી 2001 સુધીમાં 4,620 હેક્ટર જમીન ઉદ્યોગોને આપી હતી. 2001-2011માં 21,308 હેક્ટર અને 2012થી 2022 સુધીમાં 10 હજાર હેક્ટર જમીન ઉદ્યોગોને આપી હતી. બધી મળીને 35 હજાર હેક્ટર જમીન તો માત્ર સેઝને આપી છે. જેમાં ગૌચર ઘણાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp