સફાઈકર્મીએ સોનું ગિરવે મૂકીને દીકરીને ભણાવી, હવે તેને મળી 1 કરોડની સ્કોલરશિપ

PC: youtube.com

સફાઈકર્મીઓની મહેનતને કારણે ઈન્દોર સ્વચ્છતામાં દેશમાં પહેલા નંબર પર આવ્યું છે. હવે એક મહિલા સફાઈકર્મી નૂતન ઘાવરીની દીકરી રોહિણીને પ્રદેશ સરકારના અનુસૂચિત જનજાતિ વિભાગે એક કરોડ રૂપિયાની સ્કોલરશિપ આપી છે. માર્કેટિંગમાં MBA કરી ચુકેલી રોહિણી હવે Ph.D માટે સ્કોટલેન્ડ જશે. રોહિણીની મમ્મી નૂતન કર્મચારી રાજ્ય વીમા નિગમ હોસ્પિટલમાં સફાઈકર્મી છે.

નૂતને જણાવ્યું હતું કે, હું 10 વર્ષ સુધી રોહિણીને પોતાની સાથે જ ડ્યુટી પર લઈ જતી હતી, પરંતુ તેનું મન તો ભણવા-ગણવામાં જ લાગતું હતું. તેણે આગળ ભણવાની ઈચ્છા વ્યક્ત કરી તો અમે પણ ના ન પાડી શક્યા. સોનું ગિરવે મુકીને તેને ભણાવી. સોનું આજે પણ ગિરવે મુકેલું છે. રોહિણીએ આ અંગે જણાવ્યું હતું કે, હું જ્યારે પણ પરિવાર સાથે કોઈકના લગ્ન સમારંભમાં જતી હતી, તો લોકો પપ્પાને ટોણો મારીને કહેતા કે દીકરી મોટી થઈ ગઈ છે. હાથ પીળા કરી દો નહીં તો કોઈ છોકરો નહીં મળશે. હવે એ જ લોકો પપ્પાને અભિનંદન આપી રહ્યા છે અને પોતાના બાળકોને મારું ઉદાહરણ આપે છે.

રોહિણી વોલિબોલની નેશનલ લેવની ખેલાડી પણ છે. તેની બે બહેનો- કોમલ, અશ્વિની, એક ભાઈ હર્ષ છે. કોમલ નીટ ક્વોલિફાય છે. અશ્વિની ધો. 12માં છે અને તે પણ સ્ટેટ લેવલની વોલિબોલ પ્લેયર છે. ભાઈ હર્ષ નેશનલ અંડર 14 બોસ્કેટબોલ ટીમનો કેપ્ટન છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp