મૃત જાહેર કરેલો વ્યક્તિ ચિતા પર જીવતો બેસી ગયો, સ્મશાનમાં હાજર લોકો ગભરાઈ ગયા

PC: quicksilver.scoopwhoop.com

ઓરિસ્સાના ગંજામ જિલ્લાના સોરડા બ્લોકમાં એક અજીબ ઘટના જોવા મળી. વાત એમ છે કે, જે વ્યક્તિને મૃત સમજીને પરિવારના સભ્યો તેમના અંતિમ સંસ્કાર માટે સ્મશાને લઈ ગયા હતા, મુખાગ્નિના થોડા જ સમય પહેલા જ તે વ્યક્તિ જીવતો બેસી ગયો. આ જોઈ ત્યાં ઉપસ્થિત દરેક લોકો ઘભરાઈને ભાગવા લાગ્યા.

60 વર્ષનો એક વૃદ્ધ રોજની જેમ તેની બકરી ચરાવવા માટે ગયો હતો. એવામાં રસ્તામાં તેઓ બેભાન થઈ ગયા હતા. સૂચના મળતા તેમના પરિવારના સભ્યો ત્યાં પહોંચી ગયા. ઘણાં સમય સુધી તેમનો શ્વાસ બંધ રહેતા અને તેમની પલ્સ ડાઉન હોવાને કારણે ઘરવાળા તેમને મૃત સમજીને અંતિમ સંસ્કાર માટે લઈ ગયા. પણ જ્યારે તેમને મુખાગ્નિ કરવાની તૈયારી કરવામાં આવી તો તેઓ અચાનક જીવતા થઈને ચિતા પર બેસી ગયા, જોકે, આ નજારો જોઈને ત્યાં સ્મશાનમાં મોજૂદ લોકો ઘણાં ડરી ગયા હતા. પણ ત્યાર પછી વૃદ્ધને સ્થાનિક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા.

ડૉક્ટરે ચેકઅપ કર્યા પછી જણાવ્યું કે, દર્દી સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. તેમને ઘરે લઈ જઈ શકાશે.

આ આખી ઘટનામાં વૃદ્ધનું કહેવું છે કે, બપોરે જમીને હું લગભગ 2 કલાક સુધી બકરીઓ ચરાવવા માટે લઈ ગયો. તે દરમ્યાન મને તાવ જેવું લાગ્યું. તો હું ત્યાં જ સૂઈ ગયો અને આખી રાત ત્યાં જ પડી રહ્યો. ત્યાર પછી મારી આંખ સીધી સ્મશાને ખુલી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp