નોટબંધી અને GSTથી રદ્દી થઈ ગઈ MBA અને એન્જિનિયરીંગની ડિગ્રીઓ

PC: wisegeek.com

ઈન્ડ્સ્ટ્રી અને કોમર્સ એસોશિએશન એસોચામે કહ્યું હતું કે બી શ્રેણીની બિઝનેસ સ્કૂલોને પોતાના વિદ્યાર્થીઓને રોજગાર અપાવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સંગઠનના કહેવા પ્રમાણે આશરે 20% જેટલા વિદ્યાર્થીઓને જ જોબ મળે છે.

આઝાદ ભારતમાં જો ઈન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરવા માટે કેટલાંક દશકો સુધી એન્જિનિયરીંગની ડિગ્રીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી ત્યારે 1991થી અત્યાર સુધી ઉદારવાદીની દિશામાં આગળ વધવા માટે મેનેજમેન્ટની ડિગ્રી(MBA)એ કર્યું છે. 1991 પછી દેશમાં MBAને પૈસા કમાવવા માટેનો બીજો પ્રોફેશન બનીને તૈયાર થઈ ગયો છે.

પરંતુ તાજા આંકડાઓને જોતા લાગે છે કે નવેમ્બર 2016માં નોટબંધીનું એલાન, GST લાગુ થવા પછી નબળી કારોબારી ધારણા અને નવી પરિયોજનાઓમાં ગાબડા પડવાને લીધે બિઝનેસ સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે રોજગારના અવસર ઓછા થઈ ગયા છે. એસોચામના પાછળના વર્ષે લગભગ 30 ટકા જેટલા MBA પાસ કરવાવાળા વિદ્યાર્થીઓને નોકરીની તક આસાનીથી મળી રહી હતી.

એસોચામના કહેવા પ્રમાણે, બિઝનેસ સ્કુલો અને એન્જીનિયરીંગ કોલેજોના વિદ્યાર્થીઓને મળતા સેલેરીના પેકેજમાં પણ ગયા વર્ષની સરખામણીએ 40-45 ટકાનો ઘટાડો નોંધાયો છે. ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશનના આંકડાઓ પ્રમાણે 2016-17 દરમિયાન 50 ટકાથી વધુ MBA ગ્રેજ્યુએટને માર્કેટમાં નોકરી મળી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp