ડાયનોસોરનું 6.5 ફૂટ લાંબું જાંઘનું હાડકું મળી આવ્યું

PC: pressfrom.info

દક્ષિણ-પશ્ચિમી ફ્રાન્સમાં વૈજ્ઞાનિકોને એક ખોદકામના સ્થળ પર એક વિશાળકાય ડાયનાસોરનું જાંઘનું હાડકું મળી આવ્યું છે. આ વૈજ્ઞાનિકો આશરે એક દાયકાથી જીવાશ્મોની શોધ કરી રહ્યા છે. બે મીટર (6.6 ફૂટ)નું આ જાંઘનું હાડકું ઓન્જેક વિસ્તારમાંથી મળી આવ્યું છે અને માનવામાં આવી રહ્યું છે કે, તે સૉરોપૉડ ડાયનાસોરની છે. તે શાકાહારી ડાયનાસોરની હતી, જેની ડોક લાંબી અને પૂંછડી હતી.

જુરાસિક કાળના અંતિમ વર્ષોમાં સૉરોપૉડ સામાન્યરીતે જોવા મળતા હતા. તે અત્યારસુધીના સૌથી વિશાળકાય જાનવરોમાં સામેલ છે. જીવાશ્મ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આટલા સમય બાદ પણ હાડકું જે રીતે સંરક્ષિત હતું, તે જોઈને અમને પણ આશ્ચર્ય થઈ રહ્યું છે. નેશનલ હિસ્ટ્રી મ્યુઝિયમ ઓફ પેરિસના રોનાન એલેને આ અંગે જણાવ્યું હતું કે, અમે તેમાં માંસપેશિઓનું જોડાણ અને ઈજાઓ જોઈ શકીએ છીએ. મોટા હાડકા સાથે આવું ખૂબ જ ઓછું થતું હોય છે, તે આપમેળે જ તૂટીને નષ્ટ થઈ જતું હોય છે.

એલેને વધુમાં જણાવ્યું હતું કે, આવા ડાયનોસોર 1400 લાખ વર્ષ કરતા પણ પહેલા મળી આવતા હતા અને તેમનું વજન 40થી 50 ટન સુધીનું હોતું હશે. આ હાડકું જે જગ્યા પરથી મળી આવ્યું છે કે, 2010માં તે જગ્યા પરથી જ સૉરોપૉડની જ એક 2.2 મીટર લાંબું જાંઘનું હાડકું મળી આવ્યું હતું. તેનું વજન 500 કિલો હતું.

આ અઠવાડિયે મળેલા હાડકાનું વજન પણ એટલું હોવાની સંભાવના છે, પરંતુ હજુ તે કામને અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે. આ હાડકું ખોનિયેક શહેરની પાસે શૈરૉન્ટ વિસ્તારમાં એક દ્વાક્ષની વાડીમાંથી મળી આવ્યું છે. અહીં આસરે 70 વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp