26th January selfie contest

જીવતા દફન થવાનો એવો ડર કે કબરમાં પણ બનાવી લીધી બારી, હવે જોવા આવે છે લોકો

PC: aajtak.in

તમે ક્યારેય કબર પર બારી જોઈ છે? તમે વિચારી રહ્યા હશો કે એવું કોઈ શા માટે કરશે પરંતુ ઇંગ્લેન્ડમાં હકીકતમાં એમ થયું છે. 18મી સદીના અંતમાં ડૉક્ટર ટિમોથી ક્લાર્ક સ્મિથનું મોત થયું તો તેની કબરમાં એક બારી બનાવવાં આવી. એમ એટલા માટે કેમ કે તે એક બીમારીથી પીડિત હતો અને તેને લાગતું હતું કે તે એક દિવસે જીવતો દફન થઈ જશે. ટિમોથી ક્લાર્ક સ્મિથ ઇંગ્લેન્ડમાં ગંભીર રૂપે ટાઇપોફોબિયા નામની બીમારીથી પીડિત હતો. આ બીમારીના કારણે તેને જીવતા દફન થવાનો ડર સતાવી રહ્યો હતો.

હવે તેની કબર પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. લોકો કબર જુએ છે અને ત્યાં કેટલાક સિક્કા છોડીને જતા રહે છે. ન્યૂ હેવન, વરમોન્ટમાં એવરગ્રીન સેમેટ્રી એસોસિએશનના અધ્યક્ષ રોજર બોઇસે કહ્યું કે તેને (ક્લાર્ક સ્મિથ) નીચે જમીનમાં જોઈને ઘણા વર્ષો થઈ ગયા. મને ખબર છે કે તે ત્યાં દફન છે અને કાંચની પ્લેટ લાગી છે. બોઇસે કહ્યું કે એક નાનકડા પર્વત પર બનેલી એક સીડી પણ છે.

ડૉક્ટરના શવ સાથે છીણી (ઓજાર) પણ દફનાવવામાં આવ્યું હતું અને તેની પાછળ તર્ક હતો કે જો તે આગામી સમયમાં જાગી જાય તો તેને બહાર નીકળવામાં મદદ મળશે. તેની કબર પર લાગેલી કાંચની બારી થોડા ઇંચ નીચે જોઈ શકાય છે. ડૉ. સ્મિથની કબર પર ઘણા બધા પર્યટક જાય છે. લોકો ન્યૂ ઇંગ્લેન્ડના એક વિચિત્ર શહેરમાં આ અજીબોગરીબ કબરને જોવા માટે ઉત્સુક છે.

ટાઈપોફોબિયા શું છે જેની બીમારી ડૉ. સ્મિથને હતી:

ટાઈપોફોબિયા એક રીતેનો ડર હોય છે. તેનાથી પીડિત દર્દીઓને નાના નાના છિદ્રો જોઈને ડર લાગે છે અથવા તેમને અણગમો આવે છે. ઉદાહરણ તરીકે સ્ટ્રૉબેરીનું ફળ કે મધમાખીનો પૂળો. જો કોઈને ટાઈપોફોબિયા છે તો તેને આ રીતેની દરેક વસ્તુથી પરેશાની હોય શકે છે. ટાઈપોફોબિયા સામાન્ય બીમારી નથી. તેની સાથે જોડાયેલી અન્ય સ્ટડી અને નવા રિસર્ચ કરવાની જરૂરિયાત છે. જો કોઈ વ્યક્તિ નાના નાના અને લગભગ છિદ્રોને જોઈને ડર લાગે છે તો તેમાં આ ફોબિયાના લક્ષણ હોય શકે છે.

એ સિવાય વ્યક્તિ નાના લક્ષણ પણ ટાઈપોફોબિયાના સંકેત હોય છે જેમ કે રુવાંટી ઊભી થવી, ડરની ભાવના, અસુવિધાજનક અનુભવ કરવો, જોવામાં પરેશાની, પરેશાન થવું, ત્વચાને ખરોચવું, પેનિક અટેકે, પરસેવો આવવો, ચક્કર આવવા, ઉલ્ટી આવવી, શરીર કાંપવું. તેના બધા લક્ષણ અહીં બતાવવામાં આવ્યા નથી. જો તેની સાથે સંભવિત કોઈ લક્ષણ બાબતે તમને કોઈ સવાલ હોય તો પોતાના ડૉક્ટર સાથે વાત કરી શકો છો.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp