સુરતની ગરીબ છોકરીની ફૂટબોલ જેવડી ગાંઠ દૂર કરાઇ, સોશિયલ મીડિયાથી મળ્યા રૂ. 70 લાખ

PC: twitter.com

બાળપણથી જ ગળામાં ટ્યુમરની શરૂઆત થતા તે આજે છાતી સુધી ફેલાઈને ફૂટબોલના આકારનો હોવાનો એક દુર્લભ કેસ સામે આવ્યો છે. આશરે 10 વર્ષ સુરભિને નવી લાઈફ મળી છે. એક પ્રાઈવેટ હોસ્પિટલના 21 ડૉક્ટરોએ આ ટ્યુમરને સફળતાપૂર્વક કાઢી નાખ્યું છે. છેલ્લા એક વર્ષમાં આ 10 વર્ષની નાનકડી બાળકી પર નાની-મોટી પાંચ સર્જરીઓ થઈ છે.

ગુજરાતના સુરત શહેરની રહેનારી સુરભિના પિતા પહેલા ખેતમજૂર હતા પરંતુ હવે તે હીરાઘસું તરીકે કામ કરી રહ્યા છે. તેઓની સ્થિતિ ઘણી નબળી હોવાને લીધે તે તેની સારવાર કરવા માટે સમર્થ નહીં હતા. સોશિયલ મીડિયા પર સુરભિની સ્ટોરી વાયરલ થતા લોકોએ તેના ઓપરેશન માટે મદદનો હાથ લંબાવ્યો હતો. 6200 દાતાઓએ ઉપચાર માટે આશરે 70 લાખ રૂપિયા એકઠા કર્યા અને બાળકીને મદદ કરી. સુરભિનું આ ટ્યુમર 3.5 કિલોનું હતું. તેને 8 વર્ષની ઉંમરથી આ ટ્યુમર વધી રહ્યું હતું પરંતુ આર્થિક પરિસ્થિતિને કારણે તેનો ઈલાજ શક્ય બન્યો ન હતો.

એસ્ટર સીએમઆઈ હોસ્પિટલ બેંગ્લોરમાં બાળરોગના વિશેયજ્ઞ ડો. ચેતને કહ્યું હતું કે 6-7 વર્ષની ઉંમરેથી જ તેના ગળામાં ટ્યુમરે આકાર લેવાનું શરૂ કરી દીધું હતું. આગામી 8 વર્ષોમાં ટ્યુમર એટલું બધુ વધી ગયું કે તેની જાન પણ જઈ શકતી હતી. આ પહેલા પણ ઘણી બધી હોસ્પિટલોમાં તેના આ ટ્યુમર અંગે બતાવવામાં આવ્યું હતું પણ કોઈ ઉપાય મળ્યો ન હતો. સર્જરી કરીને ટ્યુમર કાઢ્યા સિવાય બીજો કોઈ ઓપ્શન ન હતો પરંતુ તે ઘણું જોખમી પણ હતું.

સુરભિ પહેલી વખત ડિસેમ્બર 2019માં પહેલી વખત અમારી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. ટ્યુમરને કારણે તે સરખી રીતે શ્વાસ લઈ શકતી ન હતી. ગયા વર્ષે જાન્યુઆરીમાં તેની સર્જરી કરવામાં આવી હતી. તેના ટ્યુમર અંગે વાત કરતા ડોક્ટરે વધુમાં કહ્યું હતું કે ગરદનમાં ત્રણ ટ્યુમર એકબીજા સાથે જોડાયેલું હતું. સર્જરી ઘણી જટિલ અને સફળતાના ચાન્સિસ ઘણા ઓછા દેખાઈ રહ્યા હતા. ટ્યુમરને કાઢતા પહેલા તેને બની શકે તેટલું નાનું કરવામાં આવ્યું હતું. ટ્યુનરને લીધે તેની છાતી સંપૂર્ણ રીતે ઢંકાઈ ગઈ હતી. આ સર્જરી 72 કલાક સુધી ચાલી હતી જેના પછી સફળતાપૂર્વક તેના ટ્યુમરને કાઢવામાં આવ્યું હતું. આજે એક વર્ષ પછી પણ સુરભિએ ડૉક્ટરોની દેખરેખ હેઠળ દવાની ટ્રીટમેન્ટ ચાલું રાખી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp