ભાજપના નેતા કહે છે તેમ શું ગાયના દૂધમાં ખરેખર સોનું હોય છે? વિજ્ઞાન શું કહે છે?

PC: Khabarchhe.com

પશ્ચિમ બંગાળના ભાજપના પ્રમુખ દિલીપ ઘોષે કહ્યું છે કે ગાયના દૂધમાં સોનું હોય છે એટલે જ તેનો રંગ પીળો હોય છે. તેમણે એમ પણ કહ્યું કે ગાયના શરીર પર જે ખૂંધ હોય છે તેમાં એક ખાસ નાડી હોય છે જેની ઉપર સૂર્યપ્રકાશ પડતા તેના લોહીમાં સોનું બને છે. આ સોનું દૂધમાં પરિવર્તિત થાય છે. ભાજપના નેતાના આ નિવેદનને અવૈજ્ઞાનિક બતાવીને તેની મજાક ઉડાવવામાં આવી રહી છે. બંગાળમાં તો એક વ્યકિત તેની ગાયોના બદલે ગોલ્ડ લોન લેવા પહોંચી ગયો હોવાની વાત પણ આવી. 

પણ ખરેખર ભાજપના નેતાએ કહેલી વાતમાં તથ્ય કેટલું એ જાણવા માટે અમે વૈજ્ઞાનિકને પૂછ્યું. આપણા ગુજરાતના જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાયોટેક્નોલોજી વિભાગના વડા ડો. બી.એ. ગોલકિયાએ વર્ષ 2016માં એક સંશોધન કર્યું હતું. આ સંશોધનમાં તેમની ટીમે જણાવ્યું હતું કે ગાયના મૂત્રમાં સોનું મળી આવ્યું છે. તેમણે 300 ગાયોના સેમ્પલ લઇને આ સંશોધન કર્યું હતું. તમામ ગાયો ગીર ગાયો હતી. એટલે ગીર ગાયના મૂત્રમાં સોનું હોવાનો દાવો તેમણે કર્યો હતો. ત્યારે પણ કેટલાક લોકોએ એવો હોબાળો મચાવ્યો હતો કે આ શક્ય જ નથી.

જોકે, ગોલકિયાએ વૈજ્ઞાનિક સંશોધન કર્યું હતું જેના પુરાવા તેમની પાસે હતા એટલે તેને ખોટું સાબિત કરવું અશક્ય હતું. તેમણે ત્યારપછી બીજી 6 પ્રકારની ગાયોના મૂત્રમાં સોનું હોવાના પુરાવા એકઠા કર્યા છે. તેમનું કહેવું છે કે તેઓ ભારતમાં મળતી 40 પ્રકારની ગાયો પર આ સંશોધન કરવા માગે છે. જ્યારે ડો. ગોલકિયાને પૂછ્યું કે ગાયના મૂત્ર પર કેમ સંશોધન કર્યું. દૂધ પર કેમ નહીં તો તેમણે કહ્યું કે જ્યારસુધી ગાય દૂધ આપે ત્યાર સુધી લોકો તેને પાળે છે. પછી તેનો છોડી દેવાય છે.

જો મૂત્રની ઉપયોગિતા સાબિત થાય તો લોકો અંત સુધી ગાયોને પાળે. એટલે મૂત્રમાં જન્તુનાશક પ્રોપર્ટી હોવાની સાબિતી તેમણે આપી. સોનાની ઉપસ્થિતિને કારણે મૂત્રની જન્તુનાશક પ્રોપર્ટી વધે છે. અમે જ્યારે ડો. ગોલકિયાને પૂછ્યું કે શું ગાયને દૂધમાં સોનું મળવાની કોઇ શક્યતા છે. તો તેમણે કહ્યું કે વૈજ્ઞાનિક રીતે કોઇ દાવો કરી શકાય નહીં કે તેમા છે કે નહીં. તે માટે તો સંશોધન કરવું પડે. હાલના તબક્કે તે અંગે તમે કોઇ કમેન્ટ કરી શકો નહી. હોઇ પણ શકે ન ન પણ હોય. પરંતુ તેમણે કહ્યું કે શાસ્ત્રોમાં ગાયના દૂધમાં સોનું હોવાનો ઉલ્લેખ છે. ડો. ગોલકિયાએ કહ્યું કે ગોસૂક્ત નામક ગ્રન્થમાં ગાયના દૂધમાં સોનું હોવાનો ઉલ્લેખ છે જોકે તેને વૈજ્ઞાનિક રીતે સાબિત કરવું પડે. (તસ્વીર-ડો. બીએ ગોલકિયા)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp