MPના ડૉક્ટરે બનાવ્યું એવું મશીન, જે હવામાંથી ખેંચીને દર્દીને આપે છે ઓક્સિજન

PC: aajtak.in

MPના આગર માલવા જિલ્લામાં દર્દીઓમાં સતત ઓક્સિજનની અછત જોવા મળી તો સરકારી હોસ્પિટલના ડૉક્ટર અને કર્મચારીઓએ દર્દીઓ માટે બનાવી દીધું ઓક્સિજન આપતું જુગાડુ કમ્પ્રેશર મશીન. આ મશીનથી હવાને ખેંચીને દર્દીને આપી શકાય છે, જેનાથી અચાનક ઈમરજન્સીમાં કેટલાક હદ સુધી મદદ મળી શકે છે.

તમને '3 ઈડિયટ' ફિલ્મનો સીન તો યાદ હશે જેમાં ફિલ્મ એક્ટર આમિર ખાન ઈમરજન્સી આવવા પર ડિલીવરી માટે વેક્યુમ ક્લિનરમાંથી મશીન બનાવી દે છે. એવી જ રીતનું વિચારીને આગર માલવા જિલ્લાના સુસનેરની સરકારી હોસ્પિટલમાં કામ કરતા ડૉક્ટરે ઓક્સિજનની કમીને દૂર કરવા માટે એક મશીનનો જુગાડ કરી દીધો છે. હોસ્પિટલમાં આવી રહ્યા ગંભીર દર્દીઓને ઓક્સિજનની કમીથી ઝૂઝતા જોઈ ડૉક્ટર બ્રજ ભૂષણ પાટીદારે ડેન્ટલ હોસ્પિટલમાં કામમાં આવનારા કમ્પ્રેશર મશીનમાં કેટલાક મોડિફિકેશન કરી એક એવું મશીન બનાવી દીધું છે, જે બહારની હવા ખેંચીને દર્દીને પ્રેશરથી આપવામાં આવે તો તેમની ઓક્સિજનની કમીને અમુક હદ સુધી દૂર કરી શકાય છે.

ડૉક્ટર પાટીદાર આ મશીન અંગે વાત કરતા કહે છે કે, છેલ્લાં કેટલાંક દિવસોથી ઓક્સિજના સિલિન્ડરની આવશ્યકતા વધી રહી છે અને રિફીલની સમસ્યા આવી રહી હતી. જેનાથી ઈમરજન્સીમાં ઘણા દર્દીઓને આપી શકીએ તેટલું પણ ઓક્સિજન ઉપલબ્ધ થઈ રહ્યું ન હતું. તેવામાં રોજના દર્દીઓની પરેશાની જોઈને, તેમને થોડાં સમય માટે રાહત આપવા માટે આ મશીન બનાવવાનો વિચાર આવ્યો હતો. આ મશીન બનાવવામાં તેમના સ્ટાફ દીપક સોની અને બંશીલાલે પણ મદદ કરી હતી. ડેન્ટલના કામમાં આવનારા કમ્પ્રેશરમાં કેટલાંક મોડિફિકેશન કરી દીધા અને માસ્ક લગાવીને માત્ર 20-25 હજારના ખર્ચમાં આ મશીન બનાવી દીધું.

દિવસ-રાત દર્દીઓની સેવામાં લાગેલા ડૉકટરો દરેક સમયે પોતાના દર્દીઓને સારા કરવા માટે જ વિચારી રહ્યા છે. તેમને થઈ રહેલી તકલીફોને દૂર કરવાની વાતને ઉદ્દશ્ય બનાવી રાખ્યો છે. ડૉક્ટર પાટીદાર જેવા ડૉક્ટરોના પ્રયત્નોને સલામ, જેઓ મહામારી દરમિયાન લોકોની તકલીફોને દૂર કરવા માટે સીમિત સંશાધનો હોવા છતા પોતાનાથી બનતા દરેક પ્રયાસ કરી રહ્યા છે. જોકે આ મશીનથી દર્દીને થનારા ફાયદાના દાવાની પુષ્ટી કોઈ ચિકીત્સીય સંગઠન અથવા સંસ્થા તરફથી કરવામાં આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp