માટી ભરેલી ટ્રેકને ખાલી કરતી વખતે અચાનક નીકળ્યા સોના-ચાંદીના સિક્કા પછી...

PC: aajtak.in

આપણે ત્યાં ઘણી વખત જમીન ખઓદતી વખતે ખજાનો અથવા તો સિક્કા મળી આવતા હોય છે. લોકોને તેની જાણ થતા જ તેને લેવા માટે પહોંચી જતા હોય છે. ઘણી વખત સમાચારમાં પણ વાંચ્યુ હશે કે અમુક જગ્યાએથી ખોદકામ દરમિયાન સોના-ચાંદીની વસ્તુઓ મળી આવી હોય. તેવી જ એક ઘટના ઉત્તર પ્રદેશમાં ઘટી છે, જેમાં જેના હાથમાં જે આવ્યું તે લઈને જતા રહ્યા  છે.

ઉત્તર પ્રદેશના શામલી જનપદમાં એક ખેડૂતના ખેતરને ખોદતી વખતે તેમાંથી સોના-ચાંદીના સિક્કાઓ નીકળ્યા હતા. આ સોના ચાંદીના સિક્કા પ્રાચીનકાળના છે. રવિવારે માટી ભરેલી ટ્રેક્ટર ટ્રોલીમાંથી સિક્કા નીકળવા પર ગ્રામીણોને તેની ખબર પડી હતી. ગામના લોકોને ખેતરમાંથી ખજાનો નીકળ્યો હોવાની જાણ થવાની સાથે જ લોકો ખેતરમાં ભેગા થઈ ગયા હતા.

જેના હાથમાં જે લાગ્યું તે લઈને જતા રહ્યા હતા. બીજી તરફ પોલીસ પણ ખેતરમાં પહોંચી હતી, પરંતુ ગ્રામીણોએ સિક્કા નીકાળવાની વાતથી ઈનકાર કરી દીધો હતો. સૂચના મળતા જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી અને લોકોને સિક્કા અંગે પૂછતા તેમણે ના પાડી હતી. પરંતુ 3 સિક્કાઓના ફોટા મીડિયાને મળ્યા હતા, જેમાં બે સોનાના અને એક ચાંદીનો સિક્કો મળી આવ્યો હતો. ચાંદીના સિક્કા પર અરબીમાં રહમતુલ્લા ઈબ્ને મોહમ્મદ અને સોનાના એક સિક્કા પર બીજી કમલમા લખ્યું છે.

ખેતર માલિક ઓમ સિંહનું કહેવું છે કે કેટલાંક સિક્કા નીકળ્યા છે તેમાં કેટલી ચાંદી અને કેટલા સોનાના છે તે અંગેની જાણકારી નથી. ગ્રામ પ્રધાન રાજ કુમારનું કહેવું છે કે સૂચના મળી છે પરંતુ તેમણે સિક્કા જોયા નથી. સોનાના સિક્કા પર શું લખ્યું છે તે વાંચી શકાય તેમ નથી. એડીએમ અરવિંદ સિંહનું કહેવું છે કે ખોદાઈ દરમિયાન કોઈ ધાતુ નીકળી હોવાની સૂચના મળી છે. આ અંગે પૂરાતત્વ વિભાગને જાણ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp