આ રાજ્યના ખેડૂતે પાકની પેટન્ટ બદલીને લખી સફળતાની ગાથા, 6 લાખની આવક

PC: https://www.hindustantimes.com

ખેડૂતો કાયમ કોઈને કોઈ સમસ્યાથી પીડાતા હોય છે. યોગ્ય વરસાદ ન પડે તો જોખમ અને વરસાદ વધારે પડે તો નુકસાની. આ ઉપરાંત પાક નિષ્ફળ જાય તો આખું વર્ષ રડવાનો વારો આવે છે. પરંતુ, ઉત્તરાંચલ રાજ્યના દેહરાદૂન-હરિદ્વાર જિલ્લાના ભગવાનપુર અને બહાદરાબાદના ખેડૂતોએ એક અનોખું સાહસ કર્યું છે. જેના કારણે એમની આર્થિક સ્થિતિ મજબુત બની છે અને ખેત પેદાશમાં પણ વૈવિધ્ય આવ્યું છે. રાજાજી ટાઈગર રિઝર્વથી થોડે દૂર આવેલા ખેડૂતોના બ્લોકમાં પાક વન્યજીવોથી પણ સુરક્ષિત છે અને વાતાવરણની પણ કોઈ માઠી અસર થતી નથી. અહીંના ખેડૂતોએ વન્ય જીવોના ત્રાસથી પાકને સુરક્ષિત કરવા માટે પાકની પેટર્ન્ટ બદલી નાંખી છે. હવે આ ખેડૂતો અરોમા ફાર્મિગ તરફ વળ્યા છે.

હવે આ ખેડૂતો શેરડી, ધાન, અનાજ-ઘઉં અને બીજી ખેત પેદાશોની સુગંધીત ખેતિ તરફ વળ્યા છે. જેને અરોમા ફાર્મિગ કહેવાય છે. આ પ્રયોગથી ખેડૂતોની આર્થિક સ્થિતિ તો સુધરી જ છે પણ વન્યજીવોના ત્રાસથી પણ છૂટકારો મળ્યો છે. કુલ મળીને 167 ખેડૂતો સુગંધીત ખેતિનો અભિગમ અપનાવીને ખેતી કરી રહ્યા છે. દરેક ખેડૂત વાર્ષિક રૂ. 6 લાખ જેટલી રકમ કમાઈ લે છે. સેલાકુઈના સુગંધ છોડ કેન્દ્રમાંથી છોડ લઈને આ ખેડૂતોએ પ્રયોગ કર્યો હતો. ભગવાનપુર અને બહાદરાબાદ બ્લોકના 40 ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો ધાનની સાથે સુગંધિત છોડવા પણ ઉછેરે છે. જે વિસ્તારમાં હાથી, સુવર, નીલ ગાય જેવા જાનવર ઊગેલા પાકને ખાયને નુકસાન પહોંચાડતા હતા. એ સમયે ખેડૂતો પાસે બે વિકલ્પો હતા. એક તો ખેતી મૂકી દેવાનું અને બીજું કે એવો પાક લણીયે જેમાં વન્યજીવોથી નુકસાન ન થાય. ત્યાર બાદ સુગંધિત ખેતીનો અભિગમ અપનાવવામાં આવ્યો.

નજીકના જંગલ વિસ્તાર પાસે આવેલા ખેડૂતોના ખેતરમાં લેમનગ્રાસ, મિન્ટ, કેમોમાઈલ જેવી સુગંધના પાકનો ઉછેર કર્યો છે. જેમાં મહેનત અને ખર્ચો બંને ઓછો થઈ રહ્યો છે. વન્યજીવોના જોખમથી પણ છૂટાકરો મળ્યો છે. એક સત્યવાત એ પણ છે કે, જેમાંથી સુગંધ આવતી હોય એ પાક કે છોડ વન્યજીવ ખાતા નથી. એક ખેડૂતે જણાવ્યું હતું કે 90 વિઘામાં સુગંધિત ખેતી થાય છે. લેમનગ્રાસ અને મિન્ટમાંથી તેલ કાઢીને તેનો ઉપયોગ કરવામાં આવે છે. પાકની સાથોસાથ મળતા તેલનું વેચાણ કરીને ખેડૂતો દોઢથી બે લાખ રૂપિયા સુધીની કમાણી કરે છે. દર સીઝનમાં આશરે 20 કિલોનો જથ્થો તેલ માટે ઊતરે છે. જે બીજા પાકની સાથે એડવાન્સ રકમ અપાવી જાય છે. ધીમે ધીમે રાજ્યમાં આ ખેતી કરનારા ખેડૂતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત બિનખેતીની જમીનને પણ થોડી ફળદ્રુપ બનાવીને તેની ખેતી કરી શકાય છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp