26th January selfie contest

વૃદ્ધ માતાની લાચારી- દીકરાએ પિતાના અંતિમ સંસ્કારની પણ ના પાડી દીધી અને પછી...

PC: newsdeclare.com

ઔરંગાબાદના એક વૃદ્ધ દંપતીને દીકરાએ તરછોડ્યા હોવાના કારણે લાચાર માતા-પિતા ચામાં ઝેર નાંખીને ચા ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા તેમણે વૃદ્ધ દંપતીને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. સારવાર દરમિયાન વૃદ્ધ પતિનું મોત થયું હતું જ્યારે વૃદ્ધા બચી ગઇ હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે આવી હતી અને સમગ્ર મામલે તપાસ કરી હતી, ત્યારે જાણવા મળ્યું હતું કે આ વૃદ્ધ દંપતી ભાડાનું રૂમ રાખીને એકલા રહેતા હતા. હાલ તેમનો દીકરો તેની પત્ની સાથે બીજા શહેરમાં રહે છે.

રવિવારે બપોર પછી વૃદ્ધની લાશ એમ જ પડી રહી હતી. બે દિવસ સુધી અંતિમસંસ્કાર કરવા દીકરો આવ્યો નહોતો. પોલીસે વૃદ્ધ દંપતીના પુત્રને વારંવાર ફોન કર્યા હતા, પરંતુ તેણે ફોન ઉપાડવાની પણ તસ્દી લીધી નહીં અને માતાના ફોનનો જવાબ પણ આપતો ન હતો. ત્યારે એકવાર પુત્રએ ફોન ઉપાડ્યો અને પોલીસે તેને કહ્યું કે, તેના પિતાનું આ કારણે મોત થઇ ગયું છે અને તેમના અંતિમ સંસ્કાર કરવા માટે આવો. ત્યારે પુત્રએ જવાબ આપ્યો હતો કે હું બહાર છું અને થોડા સમય પહેલા જ મારી પત્ની બીમાર હતી અને મેં તેનું ઓપરેશન કરાવ્યું છે અને હું મજૂરી કામ કરું છું એટલે મારી પાસે ઉજ્જૈન આવવાના પૈસા નથી. તેથી હું ત્યાં નહીં આવી શકું તમે અંતિમ સંસ્કાર કરી નાંખો. ત્યારે પોલીસે આ વાતનો જવાબ આપતા કહ્યું કે આ બોડી લાવારીસ નથી તેમના વારીસ છે એટલે તેનો અંતિમ સંસ્કાર અમે ન કરી શકીએ.

અંતે પોલીસે યુવકને ઉજ્જૈન આવવા માટે ભાડાના પૈસા આપવાનો વાયદો કરતા યુવાન ઉજ્જૈન આવ્યો હતો ત્યારબાદ તેના પિતાનું પોસ્ટમોર્ટમ થયું હતું અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. દીકરાની ગેરહાજરી દરમિયાન વૃદ્ધ માતાનું ધ્યાન પણ પોલીસ દ્વારા જ રાખવામાં આવતું હતું. પોલીસ ASI સંતોષ પાઠક હોસ્પિટલમાં વૃદ્ધા માટે ફળો અને બિસ્કીટ લઈ જતા હતા.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp