બાળકોને બોર્ડ પર MS Word શીખવાડતા ઘાના ટીચરને મળી આ અદભુત ગિફ્ટ

PC: scoopwhoop.com

આફ્રિકાના સેકીડોમેસી ટાઉનમાં આવેલા બેટનેસ એમ-એ જુનિયર હાઈ સ્કુલમાં કોમ્પ્યુટર નથી પરંતુ તેના લીધે શાળાના શિક્ષક રિચાર્ડ અપૈયા અકોટોને તેના વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર શીખવાડવાની લગનને રોકી શકાઈ ન હતી.

તે શાળાના બ્લેક બોર્ડ પર કોમ્પ્યુટર થવા એપ્લિકેશન-સોફ્ટવેરને અલગ લગ કલરના ચોકથી દોરીને બાળકોને શીખવાડતો હતો. આકોટોનો એક ફોટો હાલમાં વાઈરલ થઈ ગયો હતો અને જેના લીધે ઘણા લોકોનું આ શાળા તરફ ધ્યાન આવ્યું હતું. ફોટામાં અકોટો તેના વિદ્યાર્થીઓને બ્લેકબોર્ડ પર માઈક્રોસોફ્ટ વર્ડ સોફ્ટવેરને ડ્રો કરી શીખવી રહ્યો હોય તેવું જોવા મળે છે.

આ ફોટો વાઈરલ થયા પછી NIITએ ઘાનાના આ શિક્ષક અને તેના વિદ્યાર્થીઓને મદદ કરવાનો નિર્ણય લીધો હતો. આશિષ કુમાર, NIITના સેન્ટર મેનેજરે કહ્યું હતું કે, Facebook પર વાઈરલ થયેલો આ ફોટો અમારા ધ્યાનમાં આવ્યો હતો અને શિક્ષકની લગન જોઈને અમે તેમને સપોર્ટ અને મદદ કરવાનું નક્કી કર્યું હતું.

અમે આ પોસ્ટની પ્રિન્ટઆઉટ કાઢી હતી અને અમારા ગ્રુપના સીઈઓ કપિલ ગુપ્તા સાથે ચર્ચા કરી હતી. તેમણે આ શાળા માટે પાંચ નવા પીસી અને જરૂરી પુસ્તકો અને શિક્ષક માટે લેપટોપ આપવાનું નક્કી કર્યું હતું.

માઈક્રોસોફ્ટ આફ્રિકાના ધ્યાનમાં પણ આ ફોટો આવ્યો હતો અને તેણે અકોટોને સિંગાપોરમાં એજ્યુકેશન એક્સચેન્જ માટેનું આમંત્રણ આપ્યું હતું. આ આમંત્રણ પછી પહેલી વખત અકોટો ઘાનાની બહાર જશે અને આ માટે તે ઘણો ઉત્સાહી છે.

તેણે આ અંગે વાત કરતા કહ્યું હતું કે, મારે તેમને માઈક્રોસોફ્ટ વર્ડ કેવી રીતે કામ કરે તે શીખવાડવું હતું. પરંતુ મારી પાસે તેમને બતાવવા માટે કોમ્પ્યુટર ન હતું. આથી મેં તેમને બ્લેકબોર્ડ પર વિવિધ રંગના ચોકથી દોરીને વર્ડની સ્ક્રીન કેવી હોય તે બતાવવાનું નક્કી કર્યું હતું. દર વખતે હું તેમને મોનીટર્સ, સીસ્ટમ યુનિટ, કીબોર્ડ, માઉસ , ફોર્મેટીંગ ટુલબાર, ડ્રોઈંગ ટુલબાર અને બીજું ઘણું બધું દોરીને શીખવાડતો હતો. મારા વિદ્યાર્થીઓ પણ તેનાથી ટેવાઈ ગયા હતા.

અકોટોની મહેનત રંગ લાવી અને હવે તેના વિદ્યાર્થીઓ ખરેખરમાં કોમ્પ્યુટર શીખી શકશે. આપણે ત્યાં કહેવત છે ને કે જો તમે કોઈ વસ્તુમે મેળવવા માટે તમારી સંપુર્ણ મહેનત કરો છો તો આખી દુનિયા તેને મેળવવા માટે તમને મદદ કરશે અને તમારું સપનું પુરૂં થશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp