ગૂગલે આપી 2.8 કરોડની નોકરી, યુવકે આ વાત કહીને ઠુકરાવી દીધી ઓફર

PC: youtube.com

દિગ્ગજ ટેક કંપની ગૂગલમાં કામ કરવાની ઈચ્છા અનેક લોકોની હોય છે, પણ એક સોફ્ટવેર એન્જિનિયરે ગૂગલના ઓફરને ફગાવી દીધું છે. પાયરેટ કિંગ નામના વેરિફાઈડ યૂટ્યુબ યૂઝરે એક વીડિયોમાં તેની પાછળનું કારણ જણાવ્યું છે.

વધુ સેલેરી માગતા ગૂગલે તેની પાસેથી બીજી કંપનીઓ તરફથી મળેલા ઓફર લેટર માગ્યા, આ વાત તેને પસંદ આવી ન હતી. પાયરેટ કિંગે વીડિયોમાં દાવો કર્યો છે કે, તેને ગૂગલ પાસેથી 2 કરોડ 83 લાખ રૂપિયાનું વાર્ષિક પેકેજ ઓફર થયું છે. વીડિયોમાં તેણે ગૂગલનો ઓફર લેટર પણ બતાવ્યો છે, આના પહેલા તે માઈક્રોસોફ્ટ અને ઈ-બે જેવી દિગ્ગજ કંપનીઓમાં કામ કરી ચૂક્યો છે.

યૂટ્યુબ યૂઝર અને સોફ્ટવેર એન્જિનિયર ‘પાયરેટ કિંગ’ PK નામથી પણ ઓળખાય છે, તે પહેલા માઈક્રોસોફ્ટમાં કામ કરી રહ્યો હતો, આ કંપનીને કેમ છોડી? આના પાછળનું કારણ વીડિયોમાં તેને ‘ખરાબ લીડરશિપ’, ‘વર્ક ફ્રોમ હોમ ખતમ કરીને ઓફિસ બોલાવવું’ અને બીજા બધા કહ્યા છે.

વીડિયોમાં પાયરેટ કિંગે ગૂગલ પાસેથી મળેલો ઓફર લેટર પણ બતાવ્યો છે. તેને જણાવ્યું કે, કેવી રીતે તેને વાર્ષિક પેકેજ આપવામાં આવવાનું હતું અને અંતે તેને આ ઓફરને કેમ ફગાવી દીધી? આના પર પાયરેટે જણાવ્યું કે, ગૂગલમાં કામ કરવું તેનું સપનું હતું, પણ તેને જે ઓફર મળી છે, તે તુલનાત્મક રૂપથી ખૂબ જ ઓછી હતી.

પાયરેટે વીડિયોમાં આગળ જણાવ્યું કે, જે વ્યક્તિ તેની નિમણૂક કરી રહ્યો હતો, તેને પોતે આ વાતનો સ્વીકાર કર્યો કે, ગૂગલ હવે વધુ સેલેરી આપતી કંપની નથી રહી. પાયરેટે આ પણ જણાવ્યું કે, ગૂગલને તેને પોતાના બીજા જોબ ઓફર પણ બતાવવા પડ્યા, આ વાતથી તેના સ્વાભિમાનને ઠેસ પહોંચી. પાયરેટે ગૂગલના સ્લો જોબ પ્રોસેસ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા. અંતે તેને ગૂગલના આ ઓફરને સન્માનપૂર્વક ના પાડી દીધી.

જો કે, પાયરેટે પોતાની નવી જોબ ક્યાં શરૂ કરવાનો છે, તેના વિશે નથી જણાવ્યું. એમ તો પાયરેટ માઈક્રોસોફ્ટ ઉપરાંત ઇબેમાં પણ ફૂલટાઈમ જોબ કરી ચૂક્યો છે. આ ઉપરાંત તે સોફ્ટવેર એન્જિનિયર્સને મેન્ટરશીપ પણ પ્રદાન કરે છે. યૂટ્યુબ પર તેના 1 લાખથી વધુ ફોલોઅર્સ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp