Google Mapએ કરી દીધી ગડબડી, ખોટી છોકરી સાથે લગ્ન કરવા પહોંચી ગયો દુલ્હો, પછી...

PC: aajtak.in

ટેકનીકે આપણા જીવનને ઘણું સરળ બનાવી દીધું છે અને Google Map તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. તમે Google Mapના સહારે અજાણી જગ્યાઓએ પણ સરળતાથી પોતાની મંજિલ સુધી આસાનીથી પહોંચી શકાય છે. પરંતુ ક્યારેક ક્યારેક ટેકનીકની ગડબડી તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. કંઈક એવું જ થયું છે ઈન્ડોનેશિયામાં જ્યાં Google Mapના ભૂલને લીધે યુવક ખોટી જગ્યાએ પહોંચી ગયો અને તેના લગ્ન ખોટી છોકરી સાથે થતા થતા રહી ગયા. ઈન્ડોનેશિયામાં Google Mapની ભૂલના કારણે એક દુલ્હો બીજા કોઈના લગ્ન પ્રસંગમાં પહોંચી ગયો હતો. ખોટી જગ્યાએ પહોંચી ગયેલા સ્થળે ત્યાંના લોકોએ તેમનું સ્વાગત પણ કર્યું હતું અને તેમને નાસ્તો પણ કરાવ્યો હતો. પરિવારના સભ્યોની વચ્ચે થયેલી વાતચીત દરમિયાન, સૌભાગ્યથી દુલ્હનના પરિવારમાં એકને ભૂલનો અહેસાસ થયો અને કોઈ પણ શરમજનક સ્થિતિમાં મૂકાવવાથી બંને પરિવારજનો બચી ગયા.

ટ્રિબ્યુનલ ન્યૂઝના કહેવા પ્રમાણે, તે દિવસે બે સમારોહ હતા-એક લગ્ન અને એક સગાઈનું ફંક્શન. એક જ ગામમાં આ કાર્યક્રમ થવાને કારણે ભ્રમની સ્થિતિ પેદા થઈ ગઈ હતી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દુલ્હન શરૂમાં આ સ્થિતિથી અજાણ હતી કારણ કે તે પોતાના મેકઅપ આર્ટિસ્ટ સાથે તૈયાર થવામાં વ્યસ્ત હતી. બસ આ ઘટનાનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં એક પરિવાર ઘણી બધી ગિફ્ટની સાથે અજીબ સ્થિતિમાં ત્યાંથી જઈ રહેલા જોવા મળે છે.

કોમ્પસના એક રિપોર્ટ પ્રમાણે, એક વ્યક્તિએ પોતાના લગ્ના કાર્યક્રમ સ્થળ સુધી પહોંચવા માટે Google Mapનો સહારો લીધો અને બતાવવામાં આવેલા એક રસ્તા પ્રમાણે તેમને સેન્ટ્રલ જાવાના પાકીસ જિલ્લામાં લોસારી હેલમેટ પહોંચવાનું હતું પરંતુ  પરિવાર Google Mapની ભૂલથી જેંગકોલ હેલમેટ પહોંચી ગયું હતું જે લોસારી હેલમેટથી ઘણું દૂર ન હતું. આ દુલ્હન મારિયા ઉલ્ફા અને તેના ભાવિ પતિ બુરહાન સિદ્દીકીની સગાઈ થવાની હતી પરંતુ ભૂલથી ત્યાં લગ્ન કરનારો છોકરો પહોંચી ગયો હતો.

જે યુવતીની સગાઈ થવાની હતી તેણે કહ્યું કે તે યુવકને જોઈને ચોંકી ગઈ કારણ કે ત્યાં આવેલા કોઈ પણ વ્યક્તિને તે જાણતી ન હતી, મેં ચોંકીને જોયું, કારણ કે આ એ છોકરો ન હતો જેની સાથે મારી સગાઈ થવાની હતી. તેના પછી છોકરાના કાકાને એહસાસ થયો કે કંઈક ખોટું થયું છે. રોજક ડેઈલીએ કહ્યું કે છોકરાવાળાએ તેમની માંફી માંગી અને ઉલ્ફાના પરિવારની મદદથી તેમની અસલ જગ્યાએ પહોંચી ગયા હતા. જેમ જેમ સ્ટોરી વાયરલ થતી ગઈ, લોકોને આશ્ચર્ય થયું કે છોકરાને પોતાને કેવી રીતે ખબર ના પડી કે તે ખોટી જગ્યાએ આવી ગયો છે.  

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp