એન્જિનિયરીંગ છોડી શરૂ કરી ખેતી, 7 ફૂટની કોથમરી ઉગાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

PC: assettype.com

દિવસે ને દિવસે ખેતી પ્રત્યે લોકોનો રસ વધી રહ્યો છે. ખાસ કરીને કોરોના વાયરસના કાળમાં લોકો બીજા વૈકલ્પિક સ્ત્રોત તરીકે અનેક કામ કરી રહ્યા છે. પણ કેટલાક લોકોએ પોતાની આર્થિક સુરક્ષાની ચિંતા કર્યા વગર ખેતી કરવાનું શરૂ કર્યું છે. ઉત્તરખંડના રાનીખેત બ્લોકના નિવાસી ગોપાલ દત્ત ઉપ્રેતીએ પોતાનો અભ્યાસ દિલ્હીમાંથી પૂરો કર્યો છે. સિવિલ એન્જિનિયરીંગમાં ડિપ્લોમા કર્યા બાદ બાંધકામ ક્ષેત્રે કામ કરી રહ્યા હતા. માસિક આવક પણ સારી હતી. 14થી 15 વર્ષ સુધી આ કામ કર્યા બાદ કંઈક એવું થયું કે, દિલ્હીની હાઈફાઈ લાઈફ છોડીને તેઓ પોતાના ગામડે પરત ફર્યા. જ્યાં એમણે ખેતી કરવાનું શરૂ કર્યું.

તેઓ આ પંથકના પહેલા એવા ખેડૂત છે જે વાર્ષિક 12 લાખ રૂપિયાનું ટર્નઓવર ધરાવે છે. ઓર્ગેનિક ખેતી માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એમનું નામ લખાયું છે. 47 વર્ષના ગોપાલ દત્ત કહે છે કે, વર્ષ 2012માં હું મારા મિત્રો સાથે યુરોપના પ્રવાસે ગયો હતો. આ દરમિયાન ત્યાં સફરજનના બગીચામાં જવાનું થયું. એ સ્થાનનું હવામાન, બરફવર્ષા, જમીન તથા માહોલ ઘણા અંશે રાનીખેત જેવો લાગ્યો. એ વખતે વિચાર્યું કે, જો અહીં સફરજન ઉગાડી શકાય તો ઉત્તરાખંડમાં કેમ ન ઉગે. બસ આ એક ટર્નિંગ પોઈન્ટ હતો. નેધરલેન્ડથી પરત આવ્યા બાદ દિવસો સુધી વિચારતો હતો કે, શું કરવું અને કેવી રીતે શરૂઆત કરવી. ખેતી માટેની ટ્રેનિંગ ક્યાંથી લઈ શકાય, પ્રક્રિયા શું? આ તમામ સવાલોના જવાબ મેળવવા હું નેધરલેન્ડ ગયો. ત્યાં અનેક નિષ્ણાતને મળ્યો. સફરજનની ખેતીની આખી પ્રક્રિયા જાણી. આ દરમિયાન થોડાં દિવસો માટે ફ્રાન્સ જવાનું થયું. ત્યાં પણ સફરજનની ખેતી કેવી રીતે થાય એ માટે પણ તાલીમ લીધી. એ પછી નક્કી કર્યું કે, સફરજનની ખેતી કરવી છે. પરિવારમાં કહ્યું તો શરૂઆતમાં વિરોધ કર્યો. પત્નીએ કહ્યું કે, જામેલું કામ છોડીને ખોટા જોખમ નથી લેવા. પછી એને સમજાવીને ખેતીકામ ચાલુ કર્યું. વર્ષ 2014માં દિલ્હીથી રાનીખેત શિફ્ટ થયો. એ સમયે પરિવાર અને બાળકો દિલ્હીમાં જ રહ્યા હતા.

ગામડે આવ્યા બાદ ભાડે જમીન લીધી. ખેતીનું કામ ચાલુ કર્યું. વિદેશમાંથી પ્લાન્ટ મગાવવાના બદલે હિમાચલ પ્રદેશમાંથી છોડ મંગાવ્યા. ત્રણ એકરની જમીનમાં 1000 છોડ વાવ્યા. એક જ વર્ષમાં ફળ તૈયાર થઈ ગયા. પછી પ્રશ્ન આવ્યો કે, ફળ વેચવા ક્યાં? સ્થાનિક માર્કેટમાં ફળની કિંમત યોગ્ય ન હતી. પછી નેટ પર સર્ચ કરી ઓર્ગેનિક સફરજનની ડિમાન્ડ ધરાવતા એકમ અંગે જાણ્યું. પણ સફરજનની સાથે કોથમરી સહિતના અનેક મસાલાની ખેતી પણ શરૂ કરી. એક ઈંચ જેટલી પણ જમીન ખાલી ન રહેવી જોઈએ એ હેતુથી કોથમીર ઉગાડી. આ જ વર્ષમાં 7 ફૂટ ઊંચી કોથમીર ઉગી નીકળી. પછી વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું. આ કોથમીરની ખાસ વાત એ છે કે, તે સામાન્ય કોથમીરથી લગભગ 10 ગણી વધારે પાકે છે. ગુણવત્તા પણ સારી છે. સીધા ઉપયોગમાં લઈ શકાય છે. હવે આ સફળતા મળતા સફરજનની ખેતીની સાથે કોથમરીની એક ખાસ પેટન્ટ પણ કરાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp